________________
૧૪૬ ] . . . . . . . પૂ. સાગરાનંદસૂરિજી સંકલિત માતા ત્રિશલાદેવીને આ વાત ઉલટી પરિણમી અને તેથી ત્રિશલારાણી તથા સિદ્ધાર્થ રાજાએ અનહદ શેક કર્યો. આ બધું દેખવાથી ભગવાનને ગર્ભમાં રહ્યા રહ્યા માતાપિતાના નિ:સ્વાર્થ સનેહનો વિચાર આવ્યા અને તેથી અભિગ્રહ લેવાનું બન્યું. આ બધી સ્થિતિ વિચારનાર સમજી શકશે કે–ભગવાને અભિગ્રહ અચાનક થયે નથી, પણ અવધિજ્ઞાનના ઉપગથી જ થયેલ છે. તે જે મનુષ્ય અવધિજ્ઞાન રહિત હોય તેમજ આ જગતના સ્વાર્થમય પ્રેમથી બંધાએલ માતાપિતાની સ્થિતિને સમજનારો હોય, તેને ભગવાન્ મહાવીરદેવના અભિગ્રહનું અવલંબન લેવું તે અઘટિત જ છે.
ભાવધર્મરૂપચારિત્રની પ્રાપ્તિ નથી થઈ ત્યાં સુધી જ
માબાપની દ્રવ્ય સેવા કર્તવ્ય છે.
શ્રીમાન હરિભદ્રસૂરિજીએ અષ્ટકની અંદર આ અધિકારનું વર્ણન કરતાં, પ્રભુની ગર્ભાવસ્થા વખતના શબ્દો તેમના મુખમાં મૂક્યા છે. ગર્ભપણની મોહદશાને આશ્રયી તે અધિકાર લેવામાં આવેલ છે, પરંતુ તે અધિકારને ક્ષાપશમિકાદિ ભાવધર્મની પ્રાપ્તિ સાથે કઈ પણ જાતને સીધો સંબંધ નથી. ગૃહસ્થ ધર્મમાં રહેલા છે, જે કે-માતાપિતાની સેવા માટે બંધાયેલા છે, તે પણ તેમની તે સેવા એ લોકત્તર ધર્મ તો નથી જ. અને તેથી જ ઉગવાઈ આદિ આગમેમાં માત્ર માતાપિતાની સેવા કરનારને પરલોકના આરાધક્ષણનો નિયમ દેખાડતા નથી. આથી માત્ર આ લેકમાં જ જેઓએ ઉપકાર કરેલો છે તથા જેઓની સેવા કેવળ લેકિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com