________________
દીક્ષાનું સુન્દર સ્વરૂપ . . . . . . . . . [ ૧૫ જા હોય અને તેથી જ “માતાપિતાના જીવતાં સુધી મારે દીક્ષા લેવી નહિ”—એવો અભિગ્રહ કર્યો હોય, તે તેમાં આશ્ચર્ય નથી. ભગવાન મહાવીરદેવના આ અભિગ્રહના વૃત્તાંતથી તે માતાપિતાની રજા વિના અને કુટુંબીજનોને ફ્લેશ છતાં પણ, પરમેશ્વરી દીક્ષા લેવી એગ્ય જ છે એમ સાબીત થાય છે.
આ કોરાંતથી જવાનું મનાઇ કર્યો
અવધિજ્ઞાન વડે જાણીને જ અભિગ્રહ લીધે છે.
ભગવાન મહાવીરદેવનું ચરિત્ર જાણવાવાળાથી એ અજાણ્યું નથી કે તેઓ ગર્ભમાં પણ ત્રણ જ્ઞાને સહિત જ આવેલા હતા. તેમનું અવધિજ્ઞાન પણ દેશમાં દેવલેક સુધીનું હવાથી ઘણું જ વિસ્તીર્ણ હતું. તેવા નિર્મળ અવધિજ્ઞાનથી પિતાના દીક્ષાના કાળને તેઓ સહેલાઈથી જોઈ શક્તા હતા. જ્યારે આવું નિર્મળ અને અનુપમ અવધિજ્ઞાન તેઓને ભવાંતરથી જ સાથે આવેલું હતું, તે ગભૉવસ્થામાં પણ તેઓ પોતાના દીક્ષાના કાળને જાણી શકે, તેમાં કાંઈ આશ્ચર્ય નથી. દેવાનદાની કુક્ષીથી ખ્યાસી દિવસ પછી મહાવીર પ્રભુનું સંહરણ થયું, ત્યારે તે દેવાનંદાને ચિદ સ્વનને અપહાર થતો દેખવામાં આવ્યો. પોતાના ઉત્તમ ગર્ભને અપહાર જાણીને, તે દેવાનંદાએ છાતી અને માથું કુટયું દેવાનંદાની આ હકીક્ત અવધિજ્ઞાનથી જોઈને, માતાને કેવો સ્નેહ હોય છે તે પ્રભુને પ્રત્યક્ષ થયું. આજ કારણથી પોતાની માતા ત્રિશલાદેવીને દુઃખ ન થાય, તે ઈરાદાએ પ્રભુએ પોતાનાં અપાંગ સંકેચીને નિશ્ચળપણું ધારણ કર્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com