________________
૧૪૪] . . . . . . . . સાગરાનંદસૂરિજી સંકલિત ગણીને તે રસ્તે ચાલવાને બીજાને કેમ ઉપદેશ આપે?”
આ શંકા પણ વ્યાજબી નથી, કારણ કે-શાસ્ત્રકારોએ એ વાત તીર્થંકરપણાને અંગે જ જણાવી છે અને બીજાઓને પણ તે દષ્ટાંત લેવાનું એટલા માટે જ કહેવામાં આવ્યું છે કેમાતાપિતા પૂજ્ય અને ઉપકારી છે, તેથી ધર્મની રુચિવાળાઓએ તેમનું તે પૂજ્યત્વપણું જાળવવું જોઈએ, કારણ કે-એ સામાન્ય સગુણ છે. પણ તે ઉપરથી માતાપિતાની રજા ન હોય તે સંસારમાંથી નીકળી દીક્ષા લેવી જ નહિ, એ અર્થ નીકળતું જ નથી.
આ વિષય ઉપર આચાર્યશ્રી જિનેશ્વરસૂરિજી ખુલાસો કરતાં જણાવે છે કે-ગૃહસ્થપણામાં રહેલો શ્રાવક પિતાનાં માતાપિતા સમજે નહિ અને રજા પણ આપે નહિ, તે દીક્ષા લેવાની અભિલાષાવાળા તેણે તેઓને ત્યાગ કરી દેવે જોઈએ.”
બીજી રીતે એમ પણ માની શકાય કે–ભગવાન મહાવીરદેવે પોતાની દીક્ષાને માટે બે વર્ષની ઢીલ છે, એમ જાણ્યા છતાં ભાઈ નંદીવર્ધન પાસે દીક્ષા લેવાની આજ્ઞા માંગી અને નંદીવર્ધનના આગ્રહથી બે વર્ષ ગૃહસ્થપણામાં રહી સંવત્સરી દાન દઈને જ્ઞાન વડે જાણેલા વખતે જ દીક્ષા લીધી. તેવી જ રીતે આ અભિગ્રહ કરવાની વખતે પણ પિતાની દીક્ષાને વખત જા–જોયો હોય અને માતાપિતાના આયુષ્યના કાળથી પોતાને દીક્ષા નહિ લેવાને કાળ અધિક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com