________________
૧૪૨ ]
પૂ. સાગરાનંદસૂરિજી સંકલિત
તે વાત અષ્ટકજીની ટીકામાં સ્પષ્ટપણે જણાવવામાં આવેલી છે. જે વસ્તુ મેાહના ઉદયથી બનેલી હાય, તેનું અનુકરણુ કરવાને શાસ્ત્રકાર કોઈ પણ દિવસ ઉપદેશે નહિં. તેમજ મુમુક્ષુજનના પણ તે ઉદ્દેશ હાઇ શકે નહિ ! જો તેવી રીતે કુટુંબીજનના ક્લેશના અંગે દીક્ષાના પિરહાર કરવા લાયક હાય, તે અગ્નિભૂતિ આદિના ક્લેશ છતાં ગૌતમ આદિને શ્રીમન્ મહાવીરદેવ પાતે કેવળજ્ઞાનીપણામાં દીક્ષા આપત જ નહિ. કાઇથી પણ એમ નહિ જ કહી શકાય કે– ભગવાન મહાવીરદેવે કેવળી અવસ્થામાં કરેલા કાર્યનું અનુકરણ ન કરવું અગર કૈવળી અવસ્થામાં તેઓએ કરેલા કાર્યનું અનુકરણ કરવામાં દોષ લાગે અને ગૃહસ્થપણામાં મેાહના ઉયથી જે કાર્ય થયું, તેનું અનુકરણ માહના ક્ષયેાપશમવાળાએ પણુ કરવું જ જોઇએ ! કોઇ પણ શ્રદ્ધાવાન મનુષ્ય આ વાત કબુલ કરવાને માટે તૈયાર થશે જ નહિ ! વધુમાં——
•
'
માહાધીન કુટુમ્બીઓના અનાદર કરીને દીક્ષા લેવાના રીવાજ શાસ્ત્રીય છે.’
આ વાત ભગવાનના અભિગ્રહથી સિદ્ધ થાય છે. વળી ભગવાન મહાવીરદેવના અભિગ્રહ જ એમ સિદ્ધ કરી આપે છે કે-માતાપિતાની રજા સિવાય અથવા તે કલ્પાંત કરતાં હાય તેને અનાદર કરીને દીક્ષા લેવી તે અયેાગ્ય નથી જ. કારણ કે—જો તેમ હાત અને માતાપિતાના કલ્પાંતને લીધે દીક્ષાને રાકવી એમ સિદ્ધાંત હાત, તે શ્રી મહાવીર પ્રભુને “ જ્યાં સુધી માતાપિતા જીવતાં હાય ત્યાં સુધી હું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com