________________
૧૪૦ ] . . . . . . પૂ. સાગરાનંદસૂરિજી સંકલિત જીવે અનંતી વખત કુટુંબોનું પાલન પણ કર્યું અને તેના શોકાદિનું નિવારણ પણ કર્યું, છતાં તેથી કાંઈપણ કાર્યસિદ્ધિ હજુ સુધી થઈ નહિ. આ સંસારમાં રખડતા દરેક જીવને કયે મનુષ્ય માતા, પિતા, સ્ત્રી આદિ સર્વ સંબંધપણે નથી થયે? કયા કયા ભવમાં આ જીવે તે તે સંબંધીઓ ઉપર મેહ નથી કર્યો ? પરંતુ તે મેહથી આ આત્માનું કલ્યાણ થયું નથી તેમજ થતું પણ નથી. દીક્ષાની અભિલાષાવાળાએ તો જેવી રીતે કુટુંબી જનોના જી તરફ જોવાનું છે, તેવી જ રીતે પૃથ્વીકાયાદિ જીવોના રક્ષણ તરફ પણ જોવાનું છે. ઉત્તમ અધિકારમાં આવેલા સત્તાવાન પુરૂષે, ઓછી સત્તાવાળા જીવોનું રક્ષણ કરવું, તે જરૂરી અને પરમ કર્તવ્ય છે. વ્યવહારમાં રાજા કે તેના કર્મચારીઓ પિતાના સુખને માટે જ્યારે પ્રજાને કનડે છે, ત્યારે દરેક જણને તે જુલમ માટે પોકાર કરે પડે છે. જો કે–તેને અધિકારીઓની સત્તા અને સામર્થ્ય આગળ પ્રજાજનેનું કાંઈપણ જેર નથી ચાલતું, તો પણ નીતિકારે તો તે સત્તાવાન રાજાદિકના તેવા કૃત્યને અન્યાય સિવાય બીજું નહિ જ કહે. તેવી જ રીતે અહીં પણ સંજ્ઞી મનુષ્યપણાને પામેલે જીવ, બીજા પૃથ્વીકાયાદિક અસમર્થ અને હીન શક્તિવાળા જીવને ડગલે ડગલે હણે, તેને જુલમ તરીકે કેમ ગણાય નહિ? સંસારમાં રહેલો જીવ ગમે તેટલી રક્ષા કરે, તે પણ તેનાથી પૃથ્વીકાયાદિ સ્થાવર જીની હિંસાને પરિહાર થઈ શકવાને નથી, એ વાત તો ચોક્કસ જ છે, માટે તે જીવોની દયા ખાતર પણ દીક્ષા અટકાવાય જ નહિ !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com