________________
દીક્ષાનું સુન્દર સ્વરૂ૫ . . . . . . . . . [ ૧૩૯ છેડે જ નહિ. પ્રાર્થનાને સ્વીકાર ન થવાથી અન્નાદિકને પરિહાર કરી મરવા પણ તૈયાર થાય, તો પણ પવિત્ર પુરૂષ ચા સ્ત્રી પોતાના વ્રતને અખંડિતપણે પાળે જ.
પૂર્વે શ્રીરામચંદ્રજી જેવા સત્પરૂષની આગળ સુર્પણખા જેવી સ્ત્રીએ અનેક પ્રકારે પ્રાર્થનાદિ કર્યા છતાં, શ્રી રામચંદ્રજીએ તેને સ્વીકાર કર્યો ન હતો. તેના પરિણામે સામા તરફથી હજારો ઉત્પાત મચાવવામાં આવે, હજારે મનુષ્યોને ક્ષય કરનાર ભયંકર રણસંગ્રામ પણ ઉભું થાય, તો પણ પવિત્ર પુરૂષથી પોતાની પવિત્રતા છોડાય જ નહિ.
આ પ્રમાણે જ્યારે એક લજજા, નીતિ કે અણુવ્રતના પાલનની ખાતર વિરુદ્ધ પક્ષના શેક, આક્રંદ કે આક્રમણ આદિની ગણત્રી કરવામાં ન આવે, તો પછી જેની અંદર જન્મપર્યત માટે પાંચ મહાવ્રત પાળવાનાં છે, તેવી દીક્ષા લેવાને તૈયાર થયેલે મનુષ્ય કુટુંબના કલેશને શી રીતે ગણે?
કુટુંબપાલનની ફરજ કેવળ મેહદ્રષ્ટિથી જ છે. કેટલાક લેકે તરફથી એમ કહેવામાં આવે છે કે
“દીક્ષા લેનાર મનુષ્ય કુટુંબીજનેનું પાલન કરવા માટે તેમજ તેઓના શેકાદિકનો પરિહાર કરવા માટે ફરજથી બંધાએલે છે. અને જે તે ફરજ દીક્ષા લેનાર ન બજાવે, તો તે તેની લાયકાત ગણાય નહિ.”
આ કથન સંસારનું સ્વરૂપ નહિ સમજનાર અજ્ઞાન મનુષ્ય જ કરી શકે. કુટુંબનું પાલન કે તેના શેકાદિકનું નિવારણ કેવળ મેહદ્રષ્ટિથી જ હોય છે. વસ્તુતઃ તે આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com