________________
૧૨૨ ] . . . . . . . પૂ. સાગરાનંદસૂરિજી સંકલિત પહેલી “શિષ્યની ચેરી તરીકે ગણવામાં આવેલ છે. આરક્ષિતસૂરિ, કે જેઓના કુટુંબને રાજા સાથે પુરહિતપણને સંબંધ હતા, તેઓ સોળ વર્ષની અંદરની ઉંમરમાં ચિાદ વિદ્યાના પારગામી થયા અને રાજાએ તેમનું સન્માન કર્યું. સોળ વર્ષ કરતાં ઓછી ઉંમરમાં તેસલી પુત્રાચાર્ય પાસે માબાપની રજા વિના તેઓ દીક્ષિત થયા, તેથી તેને શિષ્યની પહેલી ચોરી ગણવામાં આવી.
વાચકોએ એ પણ યાદ રાખવાનું છે કે-નમી રાજા, કે જેઓ પ્રત્યેકબુદ્ધ હતા, તેઓની દીક્ષા વખતે અંતઃપુરમાં તેમજ આખી મીથીલાનગરીમાં ઘેરઘેર રેવાકુટવા વિગેરેના આકંદવાળા ભયંકર શબ્દો થયા હતા. આ વાત શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં ઇંદ્રમહારાજાએ સ્પષ્ટપણે જણાવી છે. તે પછી સ્ત્રી પતિની પાછળ દીક્ષા લેવા તૈયાર ન થાય અને કકળાટ કરે, એટલા માત્રથી જ દીક્ષાના અભિલાષીઓએ દીક્ષા લેવી નહિ, કે સાધુ મહાત્માઓએ તેવાઓને દીક્ષા આપવી નહિ,-એ કથન ન્યાયયુક્ત કેમ કહેવાય? દીક્ષા લેનાર પાછળ રૂ-કુટે, તેનું પાપ દીક્ષા લેનારને
લાગે નહિં. કેટલાક લોકેની એવી માન્યતા છે કે –
“સ્ત્રીઓ દીક્ષા લેનારની પાછળ કકળાટ કરે, તો તેને દોષ તે દીક્ષા લેનારને લાગે.”
તે લોકોનું આ કથન તત્વની અણસમજને લીધે અથવા તો શ્રદ્ધારહિતપણાને લીધે જ છે. જેન શાસ્ત્રને માન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com