________________
દીક્ષાનું સુન્દર સ્વરૂપ . . . . . . . . . [ ૧૨૩ નારે કઈ દિવસ પણ એવી કલ્પના ન કરે કે–મેહમાં મુંઝાએલાં પ્રાણીઓના કલેશથી વૈરાગ્યવાસિત થએલા ત્યાગી પુરૂષને કર્મનું બંધન થાય. અને તેમ જે માનીએ તો કોઈ પુરૂષ અંત અવસ્થાએ સંપૂર્ણ આરાધના કરીને કાળ કરે અને પાછળ કુટુંબીઓ તે મરનારને અગે છાતી કુટે, માથાં ફેડે, ઈત્યાદિ કલેશ કરે, તો તેથી આરાધના કરીને મરણ પામેલા મનુષ્યની પણ દુર્ગતિ થવી જોઈએ; પણ તેમ તો છે નહિ. આપણે જાણીએ છીએ કે-દરેક તીર્થકરના કાલધર્મ વખતે ઇંદ્રાદિકે અને ગણુધરે વિગેરે શેક કરે છે, તો શું સિદ્ધ થનાર તીર્થંકરના જીને તે પાછળ રહેલાના કલેશને લીધે કર્મને બંધ થાય ખરે? નહિ જ ! જેમ સિદ્ધ થનારા તીર્થકરોના જીવ પાછળ રહેલાના કલેશને લીધે કર્મથી બંધાતા નથી, તેમ મરણ પાછળ તેના કુટુંબને અત્યંત કલેશ છતાં પણ, તે સર્વને વિવેકપૂર્વક સીરાવીને મરનાર આત્માને કિંચિત માત્ર પણ કર્મબંધન ન થાય, કારણ કેમરનારે તે કુટુંબને સરાવ્યું છે. જેવી રીતે મરનારે
સરાવીને છેડેલા કુટુંબના તીવ્ર કલેશથી પણ મરનારને કર્મબંધ થતો નથી, તેવી જ રીતે દીક્ષિત થનારની પાછળ તેનાં કુટુંબીઓ ચાહે તેટલો કલેશ કરે, છતાં તેને કર્મબંધ દીક્ષા લેનારને માથે છે જ નહિ. પરંતુ તે કુટુંબીઓને વિલાપ, શેક, આકંદ, દુઃખ કે અકૃત્યનું સેવન વિગેરે બધો દોષ કરનારને માથે જ છે. તેનો એક અંશ પણ દીક્ષા લેનારને લાગતો નથી, એમ હારભદ્રસૂરિ “પંચવસ્તુ ગ્રંથમાં સ્પષ્ટપણે જણાવે છે. તેઓ જણાવે છે કે-“દીક્ષા લેનારે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com