________________
૧૨૦ ] . . . . . . . પૂ. સાગરાનંદસૂરિજી સંકલિત શિષ્યનિષ્ફટિકા ( શિષ્ય ચેરી) દોષ પણ માતાપિતાની
રજાને અગે જ છે. સોળ વર્ષની ઉંમર સુધીનાં બાળકોની માલીકી તેમનાં માતાપિતાની છે, એમ ગણુને શાસ્ત્રકારે પણ તેવા બાળકને તેઓની રજા સિવાય દીક્ષા અપાય, તે દીક્ષા આપનારને
શિષ્યનિષ્ફટિકા : ( શિષ્યની ચેરી )નો દેષ લાગે એમ જણાવે છે. પણ નવા જમાના પ્રમાણે જે સ્ત્રીની રજા લેવાની જરૂર શાસ્ત્રકારોએ સ્વીકારી હોત, તો ચાહે તેટલી ઉમર થઈ હતી તે પણ “શિષ્યનિટિક” દેષ ખસત નહિ. દીક્ષા લેવામાં સ્ત્રીની રજ લેવી જરૂરી હેત, તે બધાને રજા મળત જ એમ નિયમ ન હોવાથી, સ્ત્રીને અંગે પણ જીવન પર્યત “શિષ્યનિષ્કટિકા” નામનો દોષ લાગુ રહેત; પણ શાસ્ત્રકારોએ તે દેષ સોળ વર્ષથી અધિક ઉંમરવાળાઓને માટે માન્ય નથી. તેજ વાત બતાવી આપે છે કે–સોળ વર્ષથી અધિક ઉંમરવાળાની દીક્ષાને માટે માતપિતા અગર સ્ત્રીની રજા હોવી જ જોઈએ, એ નિયમ નથી. શ્રી મહાવીરદેવના શાસનમાં પહેલ વહેલી “શિષ્યની ચેરી” સોળ વર્ષથી ઓછી ઉંમરવાળા આર્યરક્ષિતસૂરિજીને તેનાં માતાપિતાની રજા સિવાય અન્યત્ર લઈ જઈને જે દીક્ષા આપવામાં આવી, તેને ગણવામાં આવી છે. જે સ્ત્રીની રજા સિવાય અપાયેલી દીક્ષાને શિષ્યનિષ્ફટિકાને દોષ લાગુ પડતો હોત, તે આર્યરક્ષિતસૂરિજી કરતાં ઘણું જ પહેલા કાળમાં થયેલા શઐભવસૂરિજીને તેમના ગુરૂ પ્રભવસ્વામિએ જે દીક્ષા આપેલી, તેને ગણવામાં આવત.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com