________________
દીક્ષાનું સુન્દર સ્વરૂપ
""
દીક્ષા લેનારને હાય જ નઙિ ! તેમજ સ્ત્રીનું કર્ત્તવ્ય પણ એ નથી કે-પતિ દીક્ષા લેવા તૈયાર થાય તેમાં પેાતાની રજાની જરૂર છે, એ વાતને આગળ કરે ! સ્ત્રીઓના ધર્મ જ એ છે કે-ભરથાર જે ઉત્તમ રસ્તે જાય તે રસ્તે પોતે જવું જોઇએ અને તેથી જ જંબુસ્વામિજી સાથે વચન માત્રથી જ વરાએલી તેમની આઠે સ્ત્રીઓએ જંબુસ્વામિજીદીક્ષા લેવાના છે.” એ વાત પેાતાનાં માતાપિતા, જેએ ત્રીજા વર સાથે પરણાવવા તૈયાર થયાં હતાં, તેમની પાસેથી જાણ્યા છતાં સ્પષ્ટ કહી દીધું કે—“ અમા જંબુસ્વામિજી સિવાય બીજા સાથે લગ્ન કરીશું નહિ. તેઓ જે સંસારમાં નહિ રહે અને દીક્ષા લેશે તે અમે પણ દીક્ષા લઈશું. આવી રીતે વચનમાત્રથી વરાએલી કન્યાઓએ જ્યારે સ્ત્રી ધર્મનું સત્ય સ્વરૂપ દર્શાવી જંબુસ્વામિજી સાથે જ પરણવાનું કહ્યું, ત્યારે તેમનાં માઆપાએ પણ તે કન્યાઓને જંબુસ્વામિજીની સાથે જ પરણાવી અને જંબુસ્વામિજીએ દીક્ષા લીધી ત્યારે તે સર્વ સીએએ પણ દીક્ષા લીધી. ખરી રીતને મૂખ્ય માર્ગ આ પ્રમાણે હાઇને, દીક્ષાને માટે સ્ત્રીને પૂછવાપણું હાય જ નહિ. વર્તમાનમાં સ્ત્રીની રજાને જે મહત્ત્વ આપવામાં આવે છે, તે વિકારમય વાતાવરણથી વાસિત થએલા જમાનાના પ્રભાવ છે. શાસ્ત્રમાં દીક્ષા લેનારાઓએ જે રજા લેવાના વિચારા કર્યા છે, તે માત્ર માતાપિતાની રજાને અંગે જ છે. કોઈપણ શાસ્ત્રમાં સ્ત્રીની રજા લેવાને માટે કેઇએ પણ કહ્યું હાય, એમ છે જ નહિ !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
•
[ ૧૧૯
www.umaragyanbhandar.com