________________
૧૧૬ ]
•
પૂ. સાગરાનંદસૂરિજી સંકલિત
કેટલાકેાની એવી માન્યતા છે કે
“ દીક્ષા લેનાર મનુષ્ય ઉપર તેના કુટુંબીઓની માલીકી છે અને તેથી તેના કુટુંબીઓને, પોતાની માલીકીની ચીજ ઉપર ચાહે તેવી પ્રવૃત્તિ કરવાને હક્ક છે, અને તેવી પ્રવૃત્તિને અયેાગ્ય કહી શકાય નહિ.
""
*
આમ કહેનારાએએ સમજવું જોઇએ કે–વર્તમાનપત્રામાં તેમજ આપણા અનુભવમાં આવતા પ્રસંગોથી આપણે જાણીયે છીચે કે–ભીલ અને કાળી જેવી કઢાર જાતિએ પણ પેાલીસના મારને લીધે જુઠા પણ ગુન્હએ કબૂલ કરે છે. જ્યારે તેવી ગમાર જાત પણ મારથી ડરે છે, તેા પછી ઉંચ્ચ જાતિના મનુષ્ય કુટુંબીઓના ભયંકર બળાત્કાર અને અત્યાચારને લીધે વૈરાગ્યમાર્ગથી વિમુખ બની જાય, તેા નવાઈ જેવું નથી. આ સ્થળે યાદ રાખવું કે- દીક્ષા લેવાની ઉત્કંઠાવાળા મનુષ્ય કુટુંબની સંમતિ લેવા નારાજ હાય છે અથવા તાતને કુટુંબીઓની રજા લેવાની જરૂર જ નથી એવું સાધુએ શીખવે છે. ’—આવી વાર્તામાં એક અંશ પણ સત્ય નથી. ઉલટું સાધુએ તા કુટુંબીઓની રજા સાથે દીક્ષા થાય તે ઘણું જ સારૂં, એમ જ માને છે અને તેમ થવાથી શાસનની ઉન્નતિ થવા સાથે ક્લેશરહિતપણે દીક્ષા અને એજ ઉતમ છે, એમ કહે છે. તે છતાં પણ દીક્ષાની અભિલાષાવાળા માણસ પેાતાના કુટુંબની ખળાત્કારની રીતિને જાણતા હેાવાથી અથવા તા તેઓની ધાર્મિક પરિણતિની મંદતાને તેને પુરેપુરા ખ્યાલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com