________________
દીક્ષાનું સુન્દર સ્વરૂપ
[ ૧૧૫
પ્રાચીન કાળમાં મહાત્મા મેઘકુમાર, રાજપુત્ર જમાલી, વિગેરે જ્યારે દીક્ષા લેવા તૈયાર થયા, ત્યારે તેમની માતાએ પેાતાના પુત્રાની દીક્ષા લેવાની વાત સાંભળીને મૂર્છાએ પામી ગઈ હતી, જમીન ઉપર પછડાઈ ગઈ હતી અને અચેતન થઈ ગઈ હતી. દાસીએએ ચંદન, જળ તથા વાયુ આદિને ઉપચાર કરીને સચેત કરી, ત્યારે પણ તે માતાએએ સખત વિલાપ કર્યા હતા. આટલું બધું થયા છતાં પણ તે વૈરાગ્યવાસિત મહાત્માઓએ પેાતાના દીક્ષા લેવાના વિચાર છેડી દીધે। હતા નહિ. વળી તે દીક્ષાભિલાષી મહાત્માઓનાં માતાપિતાઓએ દીક્ષાની ઉડાવાળા પેાતાના પુત્રાને ધન, સ્ત્રી, યુવાવસ્થા આદિ અનેક પ્રલોભને દ્વારા લલચાવવા પ્રયત્ના કર્યા હતા. દીક્ષામાં આવતા પ્રતિકૂળ ઉપસમાં વર્ણવી દીક્ષાની ભયંકરતા અતાવી હતી. છતાં પણ ત્યારે તેઓએ કુટુંબના એક પણ વાકયને ગણકાર્યું હતું નહિ અને દીક્ષાના વિચારમાં દ્રઢ રહી કુટુંષીઓનીવગર ઈચ્છાએ પણ દીક્ષાએ લીધી હતી અને કુટુંબીઓને દીક્ષાની અનુમતિ આપવી જ પડતી હતી.
દીક્ષા લેનાર મનુષ્ય ઉપર તેમનાં કુટુંબીઓની માલીકી નથી.
દીક્ષા લેનારના સંસારી સંબંધીએ આ દ્રષ્ટાંતા ઉપર વિચાર કરી, વર્તમાનમાં થાય છે તેમ, દીક્ષા લેનાર ઉપર અળાત્કાર અને અત્યાચાર ગુજારવામાં આવે છે તેને સર્વથા છેડી દે, તેા કોઇપણ મનુષ્ય દીક્ષાની અભિલાષા થતાં પેાતાના કુટુંબની રજા લીધા સિવાય દીક્ષા લેવા તૈયાર થશે જ નહિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com