________________
૧૧૪] . . . . . . . પૂ. સાગરનંદસૂરિજી સંકલિત સેળ વર્ષ ઉપરનાને તેનાં માતાપિતાદની રજા વિના પણ દીક્ષા
દેવાનો નિષેધ નથી
દીક્ષા લેવા તૈયાર થયેલા આત્માઓ પૂર્વે સ્ત્રી આદિને પૂછીને જ દીક્ષા લેતા હતા, એ વાત પણ સત્ય નથી. કોઈપણ શાસ્ત્રમાં સોળ વર્ષથી અધિક ઉમ્મરવાળાને દીક્ષા દેનારે કુટુંબીઓની રજા લાવવા માટે કહેલું નથી. સોળ વર્ષથી અંદરની ઉંમર હોય, અથવા તો આર્ય સુહસ્તિસૂરિજીની પિઠ શિય્યાતરના પુત્રને દીક્ષા આપવાને પ્રસંગ હોય, તો તે વખતે અકાળે વસતી (મકાન) છોડીને ચાલ્યા જવું પડે, વિગેરે કારણે માટે કુટુંબીઓની રજા સિવાય દીક્ષા ન આપવામાં આવે, તો તે એક જુદી વાત છે. તે સિવાય શાસ્ત્રમાં કોઈપણ સ્થાને બીઓની રજા ન હોવાથી–ળ વર્ષ ઉપરાંતની વયવાળાને દીક્ષા ન દેવી_એવી મનાઈ કરેલી નથી.
ખૂદ ઋષભદેવસ્વામીએ “ભરતની આજ્ઞા માનવી કે ન માનવી”—તેના જ માત્ર નિર્ણયને માટે અષ્ટાપદ પર્વત પર આવેલા પિતાના અઠાણું પુત્રને સુયગડાંગ સૂત્રના બીજા અધ્યયનમાં કહેલે ઉપદેશ આપી, ત્યાં ને ત્યાં જ દીક્ષા આપેલી છે.
યાવ-ભગવાન મહાવીર પ્રભુએ અગ્નિભૂતી વિગેરે ભાઈઓની વિરૂદ્ધતા છતાં અને તેઓને પૂછ્યા વગર જ ૌતમસ્વામી વિગેરેને દીક્ષા આપી છે,-એ વાત તે પ્રસિદ્ધ જ છે.
તે ઉપરાંત એ પણ જરૂર વિચારવા જેવી વાત છે કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com