________________
દીક્ષાનું સુન્દર સ્વરૂપ • • • • • • • • • [ ૧૧૩ બચી શકે તેમ હોય, તે તેને માટે જરૂર સહાયકારક થાય, પણ તે સ્ત્રીપુત્રાદિક જે સંસારરૂપી દાવાનળથી બચવા ન માગતાં હોય અથવા તે જાણી-જોઈને તેમાં ઝંપલાવવા માગતાં હોય, તો તેવાં સ્ત્રીપુત્રાદિને માટે પોતાના આત્માને સંસાર દાવાનળમાં ઝંપલાવવો ઉચિત છે, એમ તે કોઈ દિવસ માની શકે જ નહિ! વળી જ્ઞાનીઓનાં વચનથી તે સંપૂર્ણ રીતે માને છે કે-આ જીવે અનાદિ સંસારમાં પર્યટન કરતાં જે જે જીની સાથે સ્ત્રી અને પુત્રાદપણાના સંબંધો કર્યા છે, તે અગણિત છે. તેને ગણવાને માટે કેવળજ્ઞાની મહારાજ પણ પોતાની આખી જીદગી સુધી પ્રયત્ન કરે, તો પણ શકિતમાન થતા નથી; તે આવી રીતે અનંતી વખત મળેલાં તેમજ કેવળ દુર્ગતિના સાધનરૂપ એવા સ્ત્રીપુત્રાદિ ઉપરના મમત્વ ભાવ કેમ રાખે?
જ્યારે મમત્વ રાખ પણ લાયક નથી, તે પછી તેની મમતાને માટે અનાદિ ભવચક્રમાં રખડતાં કેઈપણ ભવમાં નહિ મળેલા એવા શુદ્ધ ચારિત્રરૂપી રત્નને અનાદર કેમ થાય? શાસ્ત્ર-શ્રદ્ધાવાળે ભવ્ય જીવ જરૂર માને છે કેવૈરાગ્ય વાસનાઓ સહિત ચારિત્ર પ્રાપ્ત થવું, એ અત્યન્ત દુર્લભ છે અને છતી સામગ્રી અને વિદ્યમાન શક્તિએ મેક્ષના પરમ સાધનરૂપ આ ચરિત્રને આદરવામાં નહિ આવે તે ભવાંતરે તેની પ્રાપ્તિ થવી, એ અસંભવિત નહિ તો પણ મુશ્કેલ તો જરૂર છે, તે તેને મેળવવામાં પ્રમાદી કેમ થાય? અને સાધુ મહાત્માઓ પણ જે આવી રીતને ઉપદેશ ન આપે, તો તેઓ પોતે અંગિકાર કરેલા સાધુપણાના તત્ત્વને ગુમાવી બેસે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com