SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ ] . . . . . . . પૂ. સાગરાનંદસૂરિજી સંકલિત સરકારી કાયદો અને વ્યવહારને અનુભવ પણ એમ જ કહે છે. આ સ્થળે ધ્યાનમાં રાખવાનું છે કે-જે મનુષ્ય ચેરી કરે છે તેને સરકાર જ્યારે સજા આપે છે, ત્યારે ફક્ત તેના ગુન્હાને જ વિચાર કરે છે. ગુન્હેગારની સ્ત્રી કે પુત્રાદિકના વિચારો આડે લાવીને સરકાર કદિ પણ ગુન્હેગારોને બચાવી લેતી જ નથી. તેવી જ રીતે જે મનુષ્ય કેઇનું ખૂન કર્યું હોય છે, તેને ફાંસીની સજા કરતી વખતે કૌટુંબિક વિચારેને સરકાર આડે લાવતી નથી. એટલું જ નહિ પણ કાળાપાણીને લાયક ગુન્હો કરનાર મનુષ્યને કાળાપાણીની સજા કરવામાં આવે, તે વખતે કદાચ તે ગુન્હેગાર ગુન્હાના આગલા દિવસે જ પરણેલ હોય અગર તેને ઘરે પહેલે જ દિવસે પુત્ર કે પુત્રીને જન્મ થયો હોય, તે પણ સરકાર તે નવાં લગ્નને કે નવાં ઉત્પન્ન થયેલાં બાળકને વિચારીને ગુન્હેગારને સજાથી મુક્ત કરતી નથી. એટલે કે-દરેક મનુષ્યને આત્માની અપેક્ષાએ અથવા તો વ્યવહારની અપેક્ષાએ પોતાનાં કરેલાં નુકશાન પોતાને જ ભેગવવાનાં નકકી છે, તે પછી પોતાના આત્માનું કલ્યાણ કરવાને માટે દીક્ષા લેતી વખતે તે સંબંધીઓને વિચાર કરવો, એ કેમ ચગ્ય ગણાય? વળી યાદ રાખવાનું છે કે-જે પ્રેમ અને સ્નેહને ધર્મ રોકવા માટે આડા લાવવામાં આવે છે, તે જ પ્રેમ અને સ્નેહને દુનિયાદારીમાં કેઈપણ રીતે આડા લાવવામાં આવતા નથી; જેમકે-વ્યવહારમાં રહેલા લોકો પોતાનું લહેણું વસુલ કરતાં કે લેણદારને ઘરે જમી લઈ જતાં તેના સ્ત્રી કે પુત્રપુત્રાદિના વિચાર કરે છે ખરા ? જે મનુષ્યને પોતે નોકર રાખે છે, તેના પગારને આધાર www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
SR No.034502
Book TitleDikshanu Sundar Swawrup
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri
PublisherHarshpushpamrut Jain Granthmala
Publication Year1933
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy