________________
દીક્ષાનું સુન્દર સ્વરૂપ
[ ૧૦૯
કુટુંબ ભાગીદાર અનતું નથી, તે કાર્ય કરવામાં કુટુંબની અપેક્ષા રાખવી, તે કાઇપણ પ્રકારે વ્યાજબી ગણી શકાય નહિ. કુટુંબાદિક માટે કરાતાં કાર્યોમાં પણ જ્યારે કુટુંબ ફળ ભાગવવામાં સામેલ થતું નથી, ત્યારે ખૂદ પેાતાના જ શરીર, ઈંદ્રિયે કે માનસિક વિકારેાને આધીન થઇને કરાતાં પાપના ફળમાં કુટુંબ કેવી રીતે ભાગીદાર થવાનું? અને જ્યારે કુટુંબને માટે કે પેાતાને માટે કરાતાં પાપાનું ફળ ભાગવતી વખતે કુટુંબ ભાગીદાર થતું નથી, તેા પછી તેવા કુટુંબના પ્રેમથી ઘેલા બનીને, પેાતાના આત્માને કર્મથી બચવાને માટે લેવા જોઇતા રસ્તાને લેતી વખત કુટુંબને ખાધ આગળ કરવા, એ કાઇપણ પ્રકારે વિવેકી પુરુષને માટે લાયક છે, એમ કહે વાય જ નહિ. આજકાલ તેા સ્ત્રીપુત્રાદિ સંખ્યામાં ઘણાં આછાં હેાય છે, તેટલામાં પણ જો પ્રેમ અને સ્નેહને આડા લાવી વૈરાગ્યમાર્ગને દૂર કરવામાં આવે, તેા પછી જે ચક્રવર્તિ મહારાજાઓને એક લાખ અને ખાણું હજાર સ્ત્રીઓની સંખ્યા હતી, યાવત્ ધન્ના અને શાલીભદ્રજી સરખા વ્યાપારીઓને પણ આઠ આઠ અને બત્રીસ ખત્રીસ સ્ત્રીએ હતી અને તેના પ્રમાણમાં જ પુત્રપુત્રાદિકોની સંખ્યા હતી, તેા પછી તે તે ચક્રવતિઓ વિગેરેને તે વૈરાગ્યમાર્ગને સ્પર્શ કરવાનું મની શકે જ નહિ; પણ તેમ બન્યું નથી કિન્તુ ચક્રવર્તિ મહારાજાએ વિગેરેએ સર્વ કુટુંબના ક્ષણ માત્રમાં ત્યાગ કરીને, વૈરાગ્યને માર્ગે જ સંચરવાનું કર્યું છે. એ ઉપરથી કેઇપણ વૈરાગ્યવાસિત મનુષ્ય, શ્રી અગર પુત્રાદિકના મમત્વમાં નહિ લેપાતાં આત્મકલ્યાણના માર્ગમાં સંચરે, તેમાં નવાઇ નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com