________________
૧૦૮ ] . . . . . . પૂ. સાગરાનંદસૂરિજી સંકલિત
“ભરથાર કે સ્ત્રીએ પોતાના આત્મકલ્યાણને રસ્તો સમજીને દીક્ષા ગ્રહણ કરી, પણ તેથી પાછળ એકાકી રહેલ ભરથાર કે સ્ત્રીની હાલત ખરાબ થાય તેનું શું? કેમકે–પતિ સ્ત્રીને છોડી જાય કે સ્ત્રી પતિને છોડી જાય, પણ પાછળ રહેનારાની કેવી દશા થાય, એ વિચારવાની જરૂર ઓછી નથી.”
આમ કહેનારાઓએ એ વિચારવું જોઈએ કે–સ્ત્રી કે ભરથારમાંથી એકનું મૃત્યુ થાય અગર આંધળા, લુલા કે લંગડા થાય, બહેરા, મુંગા કે બેબડા થાય, અસમર્થ થાય, તે જોડે રહેલાંની શી હાલત થાય?
આ સ્થળે કદાચ એમ કહેવામાં આવે કે
મરણ આગળ કે રોગાદિક આગળ કોઈનું ચાલતું નથી, તે તેવા નિરૂપાય સ્થાનનું દષ્ટાંત લેવું તે વ્યાજબી ગણાય જ નહિ.”
આમ કહેવાવાળા બાહ્ય જગની અપેક્ષાએ જે કે વ્યાજબી ઠરે, તે પણ તે મૃત્યુ અને રેગાદિકના કારણભૂત એવાં પાપ અને દુષ્કૃત્યથી બચવાને માટે તૈયાર થનારા દરેકને સ્વતંત્રતા હોવી જ જોઈએ. એમ માનવાને તેઓએ આનાકાની કરવી જોઈએ નહિ, કેમકે-જે વસ્તુનું ફળ પિતાને એક્લાને જ ભેગવવાનું છે, જે કાર્યથી થતાં નુકશાન કે ફાયદા કુટુંબથી નિરપેક્ષપણે મળવાની છે, તે કાર્ય કરવાની સત્તા પણ તેને કુટુંબથી નિરપેક્ષપણે રહેવી જ જોઈએ. જે કાર્યના ફળનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com