________________
દીક્ષાનું સુન્દર સ્વરૂપ . . . . . . . . . [ ૧૦૭ તેવી રીતે દાઝીને મરણ પામેલી સ્ત્રીઓ પણ સેંકડેની સંખ્યામાં આ ફાની દુનિયાને છોડી જતાં દેખીયે છીએ. તેવે વખતે શું આખું કુટુંબ તે પીડાને ફેંચી લે છે? કે તેમાં ભાગ પડાવે છે ?? કે તે સ્ત્રીના મરણને રોકે છે??? દરેક સમજુ મનુષ્યને કબૂલ કરવું જ પડશે કે–તેવું કાંઈ બનતું નથી. તેમજ પુરૂષે પણ સ્ત્રી–પુત્ર કે કુટુંબાદિકના મેહને લીધે લોભદ્રષ્ટિ ધારણ કરીને સાચાં-જુઠાં કરે, તેમાં આબરૂ કોની જાય છે ? તે લોભદ્રષ્ટિ કરનારની કે જેને માટે તે લોભદ્રષ્ટિ કરવામાં આવી તેની?? માને કે-કેઇક મનુષ્ય કુટુંબને માટે ચોપડામાં ખોટી રકમ લખી જૂઠો દસ્તાવેજ કર્યો, યાવતુકેઈનું ખૂન પણ કર્યું, તે તે બધા ગુન્હાના દંડને અંગે કેદ કે ફાંસીની સજા તેને એકલાને થશે કે આખા કુટુંબને? જગતને સામાન્ય વ્યવહાર જાણવાવાળે મનુષ્ય પણ આ વાતને હેલથી સમજી શકે તેમ છે કે–તે સજા અકૃત્ય કરનારને જ થવાની છે, પણ જેઓને માટે તે અકૃત્ય કરવામાં આવ્યું તેઓને કાંઈપણ થવાનું નથી. એવી જ રીતે દરેક આસ્તિકે
પષ્ટ રીતે એમ માને છે કે-કુટુંબને અંગે કરેલાં પાપનાં ફળ તે કુટુંબને ભેગવવાં પડતાં નથી, પણ કરનારને જ ભેગવવાં પડે છે. પાપોના ફળરૂપે દુર્ગતિમાં જવાનું થાય તે પણ પાપ કરનારને જ, પણ કુટુંબીઓને નહિ. આ બધી વાતને સમજનાર મનુષ્ય સ્ત્રીના પ્રેમની પસંદગીને આગળ કરીને, પોતાના આત્માને પાપમાં ડૂબાડવાનું કેમ કબુલ કરે ? જે કાર્યનું ફળ જેને ભોગવવાનું હોય, તેની સ્વતંત્રતા
તેને હેવી જ જોઈએ! કદાચ કહેવામાં આવે કે–
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com