________________
૧૦૨] . . . . . . . પૂ. સાગરાનંદસૂરિજી સંકલિત અટવાઈ રહેલી તેમજ વૈરાગ્યમાર્ગને સર્વથા અનાદરણીય ગણવા સાથે દ્વેષનું સ્થાન માનવાવાળી એવી સ્ત્રીને પ્રતિબંધ કરી વૈરાગ્યમાર્ગે લાવવાની ફરજ નાખવી, તે કેવળ એ માર્ગને અસંભવ કરવા માટે જ છે. ભગવાન તીર્થકરે કે જેઓ જન્મથી જ મતિ, કૃત અને અવધિ,-એ ત્રણ જ્ઞાન સહિત હોય છે, છતાં તેઓ પણ જ્યારે સંસારથી વિરક્ત થાય છે, ત્યારે પિતાની સ્ત્રીઓને વૈરાગ્યમાર્ગ લાવી દીક્ષા દેવડાવવામાં સમર્થ થઈ શકતા નથી. શું કોઈપણ એમ કહી શકે છે કેભગવાન ઋષભદેવજી સાથે સુનંદા અને સુમંગળાએ વૈરાગ્યમાર્ગમાં પ્રવેશ કરી દીક્ષા લીધી ? યાવ-ભગવાન પાર્શ્વનાથજીની સાથે તેમની સ્ત્રી પ્રભાવતીએ તેમજ ભગવાન મહાવીરસ્વામીની સાથે તેમની સ્ત્રી યશોદાએ દીક્ષા લીધી? તેણીઓએ નથી લીધી, એ વાત ભગવાનનાં ચરિત્રો વાંચવાવાળાથી અજાણ નથી જ. જ્યારે ભગવાન તીર્થકર સરખા જ્ઞાની અને વિરાગી આત્માઓ પણ પોતાની સ્ત્રીઓને વૈરાગ્યમાર્ગે લાવીને દીક્ષા લેવડાવવામાં શક્તિમાન થઈ શકયા નહિ, તો પછી વર્તમાન જમાનાના મનુષ્યને માથે પોતાની સ્ત્રીને વૈરાગ્યમાર્ગે લાવ્યા પછી જ દીક્ષા લેવાની ઉમેદવારી કરવી, એ ફરજ નાખવી તે કેવળ દુષ્ટતાનું જ પરિણામ કહેવાય.
કદાચ એમ કહેવામાં આવે કે“તીર્થકરોએ જે કેપિતાની સ્ત્રીઓને વૈરાગ્યમાર્ગે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com