________________
ીક્ષાનું સુન્દર સ્વરૂપ
. [ ૧૦૧
દેશવટા દેવા, એમ સમજી મનુષ્ય તે! કદાપિ કાળે કબુલ કરશે જ નહિ.
વિષયાસકત સ્ત્રી વૈરાગ્ય ન પામે-તેની જોખમદારી દીક્ષા લેનાર પર ન હોઈ શકે !
કદાચ એમ કહેવામાં આવે કે
“ જે મનુષ્યમાં ખરી વૈરાગ્ય થયેલા હાય, તે મનુષ્ય પેાતાની સ્ત્રીને વૈરાગ્યમાર્ગ કેમ લાવે નહિ? ’
*
આ કથન પણ ચેાગ્ય છે એમાં તો નવાઈ જ નથી, કેમકે કાઇ પણવૈરાગ્યવાળા મનુષ્ય પેાતાની સ્ત્રી વૈરાગ્ય માર્ગમાં ન આવે અથવા તે તે મારા વૈરાગ્યમાં વિઘ્ન કરનારી થાય, એમ તેા એક રૂંવાડે પણ ઇચ્છા રાખે જ નહિ ! પણ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે-મોટા મોટા શાસ્ત્રોના પારંગતા તેમજ વૈરાગ્યમાર્ગના પ્રવાહમાં રાતદિવસ મગ્ન રહેનારા, વૈરાગ્યમાર્ગનું સતત્ આચરણ કરનારા મહાત્માએ પણ ભક્તિવાળા અને વૈરાગ્યના રસિક શ્રોતાઓને પણ પેાતાની ધારણા પ્રમાણે સર્વત્ર વૈરાગ્ય ઉપજાવી શકતા નથી, તે પછી વૈરાગ્યમાર્ગમાં જેના પ્રવેશ નવા જ થયા છે તેમજ હજુ સુધી જેણે તેવાં વૈરાગ્યમય શાસ્ત્રોના સમ્યક્ રીતિએ અભ્યાસ કર્યાં નથી, એવા એક ગૃહસ્થ પુરૂષને માથે વિષયમાં સર્વથા આસક્ત, પુત્રપ્રાપ્તિ કે તેના પાલનની ઈચ્છામાં અહાનિશ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com