________________
દીક્ષાનું સુન્દર સ્વરૂપ . . . . . . . . . [ ૮૯ કરે છે. મૂઢ શબ્દની શાસ્ત્ર કહેલી વ્યાખ્યાને સ્વીકાર કર્યો હત, તે આમાંની એક પણ મુંઝવણ ઉભી થાત નહિ. ધર્મને અગ્ય એવા મૂહનું દ્રષ્ટાંત જણાવતાં શાસ્ત્રકાર કહે છે કે“જે મનુષ્ય એમ સાંભળ્યું હોય કે જુહાર અને પ્રણામ રાજ્યસ્થાનમાં કરવાના હોય છતાં પણ તાકી રહેલા શીકારીને ઉચે સ્વરે જુહાર અને પ્રણામ કરે તથા શીકારને સ્થાને “ચેરની પેઠે ગુપચુપ જવાનું હેય’ ત્યાં ખૂલ્લી રીતે જાય અને તળાવને કિનારે “ જ્યાં ઘેબીઓનાં લુગડાં ચોરાતાં હોય અને ધોબીઓ થાણું બાંધીને બેઠા હોય, ત્યાં પ્રગટપણે જવું જોઈએ”—તેના બદલે ચોરની પેઠે ગુપચુપ સંતાઈને જવાનું કરે; ધોબીની અપેક્ષાએ “પાણીમાં દેવાઈ જાઓ”—એમ કહેલું ગ્ય વાક્ય ખેતી કરવા જતા કિસાનોના સન્મુખ જઈને કહે અને ગાડાવાળાને “ ગાડાં ભરે એવું અનાજની અપેક્ષાએ કહેલું વાકય મડદું લઈને જનારા મનુષ્યની આગળ જઈને કહે; “ આવું કઈ દિવસ ન થશો”—એવી રીતનું મડદાવાળાને કહેવાનું વાકય જાનમાં જતાં લોકોની આગળ કહે અને જાનવાળાઓએ “ આ સંબંધ દ્રઢ થજે.એવી રીતનું કહેલું વાક્ય બેડીમાં જકડીને લઈ જવાતા જમીનદાર આગળ જઈને કહે; સરદાર પુત્રની સ્ત્રીએ કહેલ “રાખડી તૈયાર થયાની વાત ’–સરદાર પુત્રને માટે સ્વરે સભામાં જઈ કહે, અને “ ખાનગી સમાચાર દેવા”—એવું કહેલું વાક્ય પકડી રાખીને ઘરમાં લાગેલી લાયના સમાચાર કહેવા માટે પણ ખાનગી વખત લેવા માટે કલાકોના કલાકે થોભે; લાય લાગેલી હોય તેના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com