________________
૯૦ ] . . . . . . . પૂ. સાગરાનંદસૂરિજી સંકલિત ધુમાડા દેખીને “ ધૂળ પાણી વિગેરે ફેંકવું ”—એમ કહેલું વાક્ય મનમાં રાખીને, ધૂપથી વાસિત કરાતા વાળ અને કપડાં ઉપર “ધુળ અને પાણી ફેંકે.—આવી રીતે વસ્તુતત્ત્વને નહિ સમજનારા મનુષ્યો હોય, તેને જ શાસ્ત્રકારે મૂઢ તરીકે ઓળખાવે છે અને તેઓ જ ધર્મ સાંભળવા કે કરવા લાયક હોતા નથી.” શાસ્ત્રકારોએ મૂઢપણાનું સ્વરૂપ આ રીતે સ્પષ્ટપણે જણાવેલું છે, ત્યારે કાયદાશાસ્ત્રી હોવાનો દાવો કરવા છતાં મૂઢપણાને અઢાર વર્ષની અંદરની ઉમ્મર સાથે જોડવાને કેમ સાહસ કરતા હશે?, એ સમજવું મુશ્કેલ પડે છે. પરંતુ આ ઉપરથી વાંચકે તે સ્પષ્ટપણે સમજી શકશે કે-શાસ્ત્રકારોએ મૂઢ શબ્દથી નથી તો અઢાર વર્ષથી ઓછી ઉમ્મરવાળાને નિષેધ કર્યો કે નથી તો એમ જણાવ્યું કેઅઢાર વર્ષ પછીના બધા મૂઢતા વિનાના જ હોય છે અને તેથી તે બધા દીક્ષાને માટે લાયક જ હોય છે. પણ શાસ્ત્રકારોએ તો મૂઢ શબ્દથી યથાવસ્થિત વસ્તુતત્ત્વને સમજાવ્યા છતાં પણ સમજી શકે નહિ તેવા સ્નેહ કે અજ્ઞાનથી શૂન્ય મનવાળાને જ લીધેલા છે, પછી તે ચાહ્ય તો અઢાર વર્ષથી ઓછી ઉમ્મરના હોય કે અધિક ઉંમરના હોય ! ચારિત્રને સમજવા માટે તથા તેનું યોગ્ય રીતિએ પાલન કરવા માટે તેવા શૂન્ય મનવાળા મૂઢ મનુષ્ય અસમર્થ હોવાથી, તેઓને દીક્ષા માટે અયોગ્ય ગણ્યા છે. આઠ વર્ષની નીચેની ઉમ્મરનાં બાળકોને દીક્ષા દેવાનો નિષેધ છે.
કેટલાક લોકો શાસ્ત્રથી શ્રદ્ધારહિત હોવા છતાં, શાસ્ત્રની શ્રદ્ધાવાળાને ઉન્માર્ગે દોરવા માટે એમ કહેવા તૈયાર થાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com