________________
૮૮ ] . . . . . . . પૂ. સાગરાનંદસૂરિજી સંકલિત તે સમજી શકે જ નહિ અને અઢાર વર્ષથી અધિક ઉંમરના સર્વ મનુષ્યને જે જે જીવાદિક તાત્વિક વસ્તુઓનું સ્વરૂપ સમજાવવામાં આવે છે તે સમજી જ જાય ! અઢાર વર્ષની અંદરનો મનુષ્ય સમજાવેલા તત્વને ન જ સમજે અથવા તે અઢારથી અધિક ઉંમરવાળા સર્વ મનુષ્ય સમજાવેલા તત્ત્વને સમજે જ, એ માન્યતાને કેઈપણ સ્વીકાર કરી શકે તેમ નથી.
અઢાર વર્ષની સાથે મૂઢતાના અભાવ કે સદ્દભાવને સબંધ નથી.
અઢાર વર્ષથી ઓછી ઉંમરવાળાને મૂઢ કહેવામાં આવે, તે તેઓ શાસ્ત્ર સાંભળવાને કે ધર્મ કરવાને લાયક જ રહેશે નહિ. શાસ્ત્રકારોએ ધર્મ અને શાસ્ત્રના અધિકારી તેઓને જ જણાવેલા છે કે-જેઓ પોતે ધારણ કરેલા પિતાના મત ઉપર જ રાગ ધરાવનાર ન હોય અને શ્રી જિનેશ્વદેવના ધર્મ ઉપર દ્વેષ ધરાવનાર ન હોય. એટલું જ નહિ પણ ધર્મ કરવાની તથા શાસ્ત્ર સાંભળવાની શરૂઆત કરે, તેમાં પહેલેથી જ કેઈએ તેમને ભ્રમિત કરી દીધેલા ન હોય. તેટલા માટે “રકત દ્વિષ્ટ અને પૂર્વવ્યક્ઝાહિતીને ધર્મના અનધિકારી કહ્યા છે. અઢાર વર્ષની અંદરની ઉમ્મરવાળા જે બધા મનુષ્યો મૂઢ જ હોય, તે પછી અઢાર વર્ષની અંદરની ઉંમરવાળા કઈ પણ ધર્મ સાંભળે કે ધર્મને કરે નહિ એ નિશ્ચિત હોવું જોઈએ, પણ તે વાત તો પ્રત્યક્ષ જુઠી દેખાય છે. કેમકે–અઢાર વર્ષથી ઓછી ઉમરના મનુષ્ય શાસ્ત્રોને ભણે પણ છે અને ધર્મ પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com