________________
દીક્ષાનું સુન્દર સ્વરૂપ
[ ૮૦
જણાવવા
છે કે—જે મનુષ્યનું મન શૂન્ય હાય તે મૂઢ કહેવાય અને તેજ દીક્ષાને અયેાગ્ય છે. ' અને એમ તા કાઈ પશુ દિવસ નહિ કહી શકાય કે← અઢાર વર્ષની અંદરની ઉંમરવાળા તમામ મનુષ્યા શૂન્ય મનવાળા હાય છે.' અને જો એમ માનવામાં આવે કે અઢાર વર્ષની અંદરની ઉંમર સુધી બધા મનુષ્યા શૂન્ય મનવાળા રહે છે’ તે તે માન્યતા કાયદાશાસ્ત્રીને પણ ઈષ્ટ થઇ શકે એમ નથી : કેમકે-એ હિસાબે તા હાઇસ્કુલ અને કાલેજની જીંદગી ગુજારતા સ્કાલરાને પણ શૂન્ય મનવાળા પડશે, અને તેથી મૂઢ માનવા પડશે. તેમજ તે ઉપરાંત અઢાર વર્ષથી અધિક ઉંમરના મનુષ્ય શૂન્ય મનવાળા હાય તે પણ તે દીક્ષાને માટે લાયક જ છે, એમ માનવાની ફરજ પડશે કેમકે તેમની માન્યતા પ્રમાણે તે અઢાર વર્ષ પછી મૂઢતા નથી અને અઢાર વર્ષની અંદરમાં જ મૂઢતા છે અને આ રીતે તમેને અન્ને બાજુથી મુંઝવણ આવી પડશે. એ મુંઝવણ કાઢવાના રસ્તા એક જ છે અને તે એ કે એકેશાસ્ત્રકારોના કથનને શરણે જવું. શાસ્ત્રકારે સ્પષ્ટપણે જણાવે છે કે‘જ્ઞાનાવરણીયના તીત્ર ઉદયને કે સ્નેહને આધીન થઈ સમજાવવામાં આવેલી સાચી વસ્તુને પણ જેઓ સમજી શકે નહિ, તેએ જ શૂન્ય મનવાળા છે અને દીક્ષાને માટે અયેાગ્ય છે.’ એમ તેા નહિ જ કહી શકાય કે–અઢાર વર્ષની અંદરની ઉંમરવાળા બધા મનુષ્ય સ્નેહ અને અજ્ઞાનને આધીન થઈને એવા શૂન્ય મનવાળો અને છે, કે જેથી તેને વસ્તુનું સાચું સ્વરૂપ સમજાવવામાં આવે તે પણુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
e
www.umaragyanbhandar.com