________________
૨૬ ] .
પૂ. સાગરાનંદસૂરિજી સંકલિત
અઢાર
તમારી માન્યતા પ્રમાણે અઢાર વર્ષની અંદર કેાઇની મૂઢતા જતી નથી, તે પછી પાંચમા આરાના અંતે જ્યારે આજના કાળથી સેંકડામા ભાગે–માત્ર દશવૈકાલિક સૂત્રનું જ જ્ઞાન રહેશે, ત્યારે તે વખતે અઢાર વર્ષની અંદરની ઉંમરમાં મૂઢતા કેવી રીતે નાશ પામશે ? તે વખતની અપેક્ષાએ અત્યારે તે તેનાથી સેંકડા ઘણું જ્ઞાન છે, છતાં પણ વર્ષ સુધી મૂઢપણું માનવામાં આવે, તે તે વખતના અલ્પજ્ઞાનથી મૂઢપણું ચાલ્યું જશે, એમ શી રીતે કહી શકશે ? તમારા કહ્યા પ્રમાણે અઢાર વર્ષની અંદરની વયમાં મૂઢતા જ છે એમ માનવામાં આવે, તે પાંચમા આરાના છેડે પણ અઢાર વર્ષની અંદર દીક્ષા થવાને વખત આવે નહિ અને શાસ્ત્રકારે તે પાંચમા આરાના છેડે આઠ વર્ષની ઉંમરે જ દીક્ષા થવાનું સ્પષ્ટપણે જણાવે છે.
માત્ર
મૂઢદોષ અને બાળદોષ એ બે સ્વતંત્ર દોષ છે.
એ ઉપરથી કબૂલ કરવું પડશે જ કે-મૂઢ શબ્દથી અઢાર વર્ષથી ઓછી ઉંમરવાળાના નિષેધ થતા નથી. છતાં એવું કહેનારા કાયદાશાસ્ત્રી હાય, તા પણ કાં તે તેણે મૂઢ શબ્દની વ્યાખ્યા શાસ્ત્રમાં દેખી નથી અથવા દેખ્યા છતાં તેના સમજવામાં આવી નથી; અગર તેા દેખવા અને સમજવામાં આવ્યા છતાં પણ કાઈ બીજાઓના દબાણને લીધે પેાતાના આત્માને ગીરો મૂકીને લેખીની ચલાવવી પડી હશે. જો એમ ન હેાત તે તેઓને મૂઢ પદની વ્યાખ્યા સ્પષ્ટપણે જે શાસ્ત્રસંમત હતી, તે લખવામાં અડચણ આવત નહિ. શાસ્ત્રકારો મૂઢ પદની વ્યાખ્યા કરતાં સ્પષ્ટપણે જણાવે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com