________________
દીક્ષાનું સુન્દર સ્વરૂપ
. [ ૮૩ સાથે જ જાડી દેવા માંગતા હૈા, તેા મનુષ્યમાં જેને પૂર્વના ભવથી મતિ, શ્રુત અને અવધિએ ત્રણે જ્ઞાન સાથે આવેલાં હાય છે, તેઓને જન્મથી પણ શા માટે દીક્ષાને ચેાગ્ય ન માનવા ? વળી દેવતા, નારકી અને તિર્યંચની ગતિમાં પણ સારી રીતે જ્ઞાન હાય એમ સંભવિત છે. દેવતા અને નારકીને તે મતિ, શ્રુત અને અવિધ કે વિભંગ જ્ઞાન, ઉત્પત્તિની સાથે જ હેાય છે. તિર્યંચની ગતિમાં પણ ઘણા જીવાને મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન હાવા સાથે અવિધ કે વિલ્ટંગજ્ઞાન પણ હાય છે, તેા દીક્ષાને માટે જે જ્ઞાન જરૂરી ગણે છે, તે જ્ઞાનને તેઓ ધારણ કરનારા હેાય છે; તા તેઓને દીક્ષાને લાયક શા માટે ગણવા નહિ ? વળી મનુષ્યમાં પણ જ્ઞાનવાળા ઘણા હેાય છે, તે! તે જ્ઞાનમાત્રથી તે બધાને દીક્ષા માટે લાયક ગણી શકાય ? કદાપિ નહિ.
'
દીક્ષાનું કારણ ચારિત્ર-માહનીય કર્મના ક્ષયાપશમ છે.
કદાચ એમ કહેવામાં આવે કે
જેમ ચારિત્રની લાયકાત
“ એકલા જ્ઞાનવાળામાં નથી, તેમ તેવા માન વગરના એકલા ચારિત્રના પરિણામવાળા પણ ચારિત્રને લાયક નથી, માટે જ્ઞાન અને ચારિત્રના પરિણામ અન્ને જો હાય, તા જ દીક્ષાને લાયક ગણાય.”
આવી રીતનું કથન પણ્ યાગ્ય નથી, કેમકે જ્ઞાનની પ્રાપ્તિ થવી તે જ્ઞાનાવરણીય (જ્ઞાનને ઢાંકી દેનારા ) કર્મના ક્ષયાપશમ આદિથી (આછાશથી) છે અને ચારિત્રની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com