________________
૮૪ ] . . . . . . . પૂ. સાગરાનંદસૂરિજી સંકલિત પ્રાપ્તિ ચારિત્ર મોહનીય કર્મના ક્ષપશમ આદિથી ( ઓછાશથી ) છે, માટે ચારિત્રની પ્રાપ્તિ જ્ઞાનાવરણીય કર્મના ક્ષપશમથી થતા જ્ઞાનની સાથે જોડી દેવી, તે કેઈપણ પ્રકારે વ્યાજબી નથી; પણ વ્યાજબી તે એજ છે કે– ચારિત્ર મેહનીય આદિ (ચારિત્ર લેતાં મુંઝવણ કરનારા) કર્મના ક્ષપશમથી (હાનિથી) જે ચારિત્રના પરિણામ થાય, તેજ ચારિત્ર એટલે દીક્ષાનું કારણ કહી શકાય અને તેથી જ ઠેઠ બારમે (ક્ષીણમેહ) ગુણસ્થાનકે થવાવાળા યથાખ્યાત ચારિત્રમાં પણ, શાસ્ત્રકાર ઓછામાં ઓછું ફક્ત અષ્ટ પ્રવચન–માતાનું જ્ઞાન જ જણાવે છે. બકુશ ( ઉત્તર ગુણમાં દેષ લગાડનાર) ચારિત્રમાં પણ શાસ્ત્રકારે જઘન્યથી અષ્ટ પ્રવચન-માતા (પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ)નું જ જ્ઞાન જણાવે છે. આ બધી હકીક્ત ઉપરથી વાંચકને સ્પષ્ટ માલમ પડશે કે-દીક્ષાને અંગે માત્ર ચારિત્રના પરિણામની જ જરૂર છે અને તે પૂર્વે જણાવ્યા પ્રમાણે આઠ વર્ષની ઉમ્મરે પણ થઈ શકે છે. તેથી આધુનિક કેટલાક નવયુવકેના કહેવા પ્રમાણેનું જ્ઞાન એટલી ઉંમરે ન હોય, તો પણ ચારિત્રના પરિણામવાળા મનુષ્યને આઠ વર્ષની ઉંમરે પણ દીક્ષા દઈ શકાય, એ સિદ્ધ વસ્તુ છે.
મૂઢ મનુષ્ય દીક્ષાને માટે અગ્ય છે. કેટલાક લોકો પોતાને કાયદાશાસ્ત્રી માનીને એમ જણાવે છે કે
“દીક્ષાની ઉંમર શાસ્ત્રકારોએ જે કે આઠ વર્ષની નક્કી કરેલી છે, તે પણ તે આઠ વર્ષની ઉંમર વાસ્તવિક નથી, કેમકે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com