________________
૮૨ ] . . . . . . . પૂ. સાગરાનંદસૂરિજી સંકલિત આઠ વર્ષની ઉંમરે ચારિત્ર આપવું.” પણ એમ તો કહ્યું નથી, એથી સિદ્ધ થાય છે કે–શાસ્ત્રકારોએ જે આઠ વર્ષની ઉંમર દીક્ષાની લાયકાત માટે કહેલી છે તે જ્ઞાનને અંગે નથી, પણ કેવળ પરિણામને અગે જ છે અને અપવાદ પદની વાત તો આઠ વર્ષની અંદરની ઉંમરવાળાને માટે જ છે. કેઈક વાસ્વામીજી સરખા મહા પ્રભાવશાળીઓને આઠ વર્ષની અંદરની ઉંમરમાં પણ ચારિત્રના પરિણામ થાય, તે તેમાં નવાઈ જેવું નથી. આ સ્થાને એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે–આઠ વર્ષની અંદરની ઉંમરમાં પણ જો કોઈ તેવા મહાપુરૂષને ચારિત્રના પરિણામ થાય, તો તેવાને તે વખતે પણ ચારિત્ર આપવાની શાસ્ત્રકાર રજા આપે છે. આથી સમજાશે કે-આઠ વર્ષનો નિયમ માત્ર બહુલતાએ, તેથી ઓછી ઉંમરવાળાને ચારિત્રના પરિણામ ન થાય, એમ ગણીને જ રાખેલે છે. પણ તેથી ઓછી ઉંમરવાળાને પણ જે કદાચિત ચારિત્રના પરિણામ થાય, તો તેને દીક્ષા નહિ દેવાને માટે શાસ્ત્રકારો કહેતા નથી. પ્રસિદ્ધ ગચ્છોની પટ્ટાવલીઓમાં અનેક આચાર્યોની આઠથી ઓછી ઉંમરે દીક્ષાઓ થયેલી છે, તે આ વાતની સાક્ષી પૂરે છે.
આ ઉપરથી વાંચકોને સ્પષ્ટ માલમ પડશે કે–આઠ વર્ષની દીક્ષાને અપવાદિક (કદાચિત્ થવાવાળી), પાંચમા આરાના છેડે જ થવાવાળી કે નવમા વર્ષના કેવળજ્ઞાનીને જ થવાવાળી મનાવીને, બીજે થતી તેવી દીક્ષાઓને જેઓ અયોગ્ય ગણવવા માંગે છે, તે કેવળ તેઓની અજ્ઞાનતા જ છે. વળી એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે-જે દીક્ષાને જ્ઞાનની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com