________________
દીક્ષાનું સુન્દર સ્વરૂપ
અડચણ નથી. અને તેથી જ આઠે વર્ષની દીક્ષા અત્યાર સુધી અવ્યાહતપણે પ્રવર્તિ રહેલ છે.
દીક્ષાને માત્ર જ્ઞાનની સાથે જોડી દેવી તે કેવળ અજ્ઞાનતા છે
કેટલાકેા તરફથી એમ કહેવામાં આવે છે કે
શાસ્ત્રકારે એ આઠ વર્ષની ઉંમરે જે દીક્ષા લેવાની વાત લખી છે, તે અપવાદિક છે અગર પાંચમા આરાના છેડાના વીશ વર્ષના આયુષ્યની અપેક્ષાએ છે. ”
પ
[ ૮૧
ઉંમરની
તેનું આ થન પણ અસત્ય છે, કારણ કે જો શાસ્ત્રકારોએ આઠ વર્ષની ઉંમર અપવાદની અપેક્ષાએ કહી હાત, તેા તે આઠ વર્ષની ઉંમર બતાવતી વખત ભગવાન્ હરિભદ્રસૂરિ વિગેરે · પ્રાય: ' શબ્દ મૂકત જ નહિ, પરંતુ તેઓએ તે પ્રાય: શબ્દ મૂકીને તે શબ્દની વ્યાખ્યા કરતાં સ્પષ્ટપણે જણાવી દીધું છે કે‘ ઘણે ભાગે આઠ વર્ષની ઉંમરે જ ચારિત્રના પરિણામ થાય છે, અને તેથી ઓછામાં ઓછી આઠ વર્ષની ઉંમર ચારિત્રને માટે ચેાગ્ય ગણવી.’ જો ચારિત્રને માટે વિશેષ જ્ઞાનની જરૂર હાત તા શાસ્ત્રકારાએ- આઠ વર્ષની પહેલાં ચારિત્રના પરિણામને અભાવ અને આઠ વર્ષની ઉંમરે ચારિત્રના પરિણામને સાવ’—એમ જણાવ્યું, તેના બદલે એમ જ જણાવવું પડત કે—આઠ વર્ષની ઉંમર પહેલાં વિશેષ જ્ઞાન થઈ શકતું નથી, પણ આઠ વર્ષની ઉંમરે જ વિશેષ જ્ઞાન થઈ શકે છે, માટે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com