________________
૮૦ ]
પૂ. સાગરાનંદસૂરિજી સંકલિત
તા પછી સામાયિક ચારિત્રની પહેલાં તે બાબતના જ્ઞાનને નિયમ માનનાર મનુષ્ય, કેટલી અધી અણસમજણવાળા છે, તે વાંચકે સારી રીતે સમજી શકશે. શાસ્ત્રકારા તે સ્પષ્ટપણે જણાવે છે કે– જેને સંસાર ખરામ લાગે, મેાક્ષ મેળવવાની ઈચ્છા થાય અને વ્રત પાળવાને માટે જેનું મન મજબૂત થાય, તેને સામાયિક ચારિત્ર આપણું વ્યાજબી છે, ’ અને આજ કારણથી ભગવાન હરિભદ્રસૂરિજી, સામાયિક ચારિત્ર લેનારા મનુષ્યની પરીક્ષા કરવા માટે “ તું શા માટે દીક્ષા લે છે? ’-એટલેા જ પ્રશ્ન પૂછવાનું કહે છે. આ પ્રશ્નના ઉત્તરમાં જો તે દીક્ષા લેનારા મનુષ્ય ‘ સંસાર અશુભ છે અને તેના ક્ષયને માટે જ હું દીક્ષા લઉં છું’–એટલું જ માત્ર જણાવે, તેા તે સામાયિક ચારિત્ર રૂપી દીક્ષાને લાયક છે. તાત્પર્ય એ છે કે—જેવી રીતે છેદાપસ્થાપનીય ચારિત્ર ( વડી દીક્ષા)ની વખતે છ કાય અને મહાવ્રતના સૂત્ર અને અર્થનું જ્ઞાન-એજ તેની પરીક્ષાનું તત્ત્વ હાવું જોઈએ, તેવી રીતે સામાયિક ચારિત્ર ( નાની દીક્ષા ) આપતી વખત તેટલું તત્ત્વ હાવાની જરૂરીયાત નથી. આ ઉપરથી વાંચકો સ્પષ્ટપણે જાણી શકશે કે–દીક્ષા લેનારના જ્ઞાનની પરીક્ષા માટે વર્તમાનમાં જે વસ્તુ ઉભી કરવામાં આવે છે, તે કેવળ દીક્ષાને અટકાવવા માટે જ છે! નહિ તા શાસ્ત્રકારોએ તા નાની દીક્ષાના કારણભૂત “ભવના અશુભપણાનું જ્ઞાન ” તેમજ મેાટી દીક્ષાના કારણભૂત “ષટ્કાય અને મહાવ્રતાનું જ્ઞાન” તેજ પરીક્ષાનું તત્ત્વ જણાવેલું છે. તે આઠ નવ–વર્ષની ઉંમરે સિદ્ધ થવામાં કાઈ જાતની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com