________________
દીક્ષાનું સુન્દર સ્વરૂપ . . . . . . . . . [ ૭૦ દીક્ષાના દિવસથી જ તેવી સમજણવાળા ન હોય તેમાં આશ્ચર્ય નથી. શાસ્ત્રકારે પણ તેજ હકીકતને સ્પષ્ટપણે જણાવતાં કહે છે કે–“બાવીશ તીર્થકરના સાધુઓને ચારિત્રધર્મ સંબંધી સમજણ અને પાલન બને સહેજથી હોય છે, પણ પહેલા તીર્થકરના સાધુઓને સરળતા હોવાથી જે કે ચારિત્રનું પાલન સહેલથી થાય, છતાં તેઓમાં જડતા હોવાથી ચારિત્ર ધર્મની સમજણ આવતાં તો વાર લાગે. તેના કરતાં પણ શ્રી વીરપ્રભુના શાસનના સાધુઓને તો જડતા હોવાથી ચારિત્રધર્મની સમજણ અને વક્રતા હોવાથી ચારિત્ર ધર્મનું પાલન, એ બન્ને મુશ્કેલથી જ થાય.” આ બધી હકીકતને વિચારનાર સુજ્ઞ મનુષ્ય જરૂર એ વાત કબુલ કરશે કે–સામાયિક ચારિત્ર રૂપી નાની દીક્ષાને ખોટી દીક્ષા તરિકે ગણાવનાર અને મહાવતારેપણુ રૂપી વડી દીક્ષાને જ ફક્ત સાચી દીક્ષા જણાવનાર મનુષ્ય કાં તો શાસ્ત્રનાં વચનથી અજ્ઞાન હોવું જોઈએ અગર જાણતો હોય તો મૃષાવાદ બોલનાર હોવું જોઈએ. નાની અને મેટી દીક્ષા લેનારના જ્ઞાનની પરીક્ષા થી રીતે લેવાય?
આ ઉપર જણાવેલ હકીકત ઉપરથી એ પણ સ્પષ્ટ થાય છે કે–નાની દીક્ષા, એટલે કે “સામાયિક ચારિત્ર લેવા પહેલાં વિશાળ જ્ઞાન હોવું જોઈએ, એમ કહેનારા સામાયિક ચારિત્રના સ્વરૂપને સમજનારા જ નથી, એમ માનવું પડશે. છ કાયને તથા મહાવ્રતનો આલા (ઉચ્ચારણ) પણ “સામાયિક ચારિત્ર” રૂપી નાની દીક્ષા લીધા પછી જ આપવાને અને સમજવાનો નિયમ છે, એમ શાસ્ત્રકારો સ્પષ્ટ કહે છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com