________________
૭૮ ] . . . . . . . પૂ. સાગરાનંદસૂરિજી સંકલિત જીના વિશેષ સ્વરૂપની તથા હિંસા-વિરમણ આદિ મહાવ્રતની સમજણ થઈ, ત્યારે તેને વિશેષથી મહાવ્રતો વિગેરેની પ્રતિજ્ઞા કરાવી. આ ઉપરથી સમજી શકાશે કે–નાની દીક્ષા અને મેટી દીક્ષા વિભાગ, “સામાન્ય માત્રની સમજણથી વિશેષની સમજણ ન થાય–તે રૂપ જડતાને આભારી છે. અને તેવી જડતા (બુદ્ધિની મંદતા) ન હોવાથી જ બાવીસ તીર્થકરના શાસનના તેમજ વીશ વિહરમાન ભગવાનના શાસનના સાધુઓને એકલી જ નાની દીક્ષા આપવામાં આવે છે, અને તે નાની દીક્ષાથી જ સાધુપણાના પર્યાયની ગણત્રી કરવામાં આવે છે. તે સાધુઓ બુદ્ધિશાળી હોવાથી, સામાન્ય માત્રથી જાવજ જીવને માટે કરવામાં આવેલા સર્વે સાવદ્યના ત્યાગને વિશેષ રૂપથી સમજી શકે છે, તેથી તેઓને પહેલા અને છેલ્લા તીર્થકરેના સાધુઓની પેઠે નાની દીક્ષા લીધા પછી મોટી દીક્ષા લેવી પડતી નથી અને દીક્ષા પર્યાય પણ તે મહાત્માઓને પહેલા અને છેલ્લા તીર્થકરોના સાધુઓની માફક વડી દીક્ષાના દિવસથી ગણ પડતું નથી. બાવીસ તીર્થકરના તથા વિશ વિહરમાન જિનના સાધુઓ સરળ અને બુદ્ધિશાળી હોય છે, તેથી તેઓનું ચરિત્ર પહેલેથી જ નિરતિચાર (ષવિનાનું) હોય છે. પહેલા તીર્થકરના સાધુઓ
જી-જડ અને છેલ્લા તીર્થકરના સાધુઓ વક-જડ હવાથી, દીક્ષા લેવાના દિવસથી જ સંપૂર્ણ સમજને મેળવી શકતા નથી. ભગવાન રાષભદેવજીના સાધુઓ જે કે સરળ સ્વભાવના હોય છે, તો પણ બુદ્ધિની અપેક્ષાએ તેઓ જડ (મંદ) હોવાથી અને ભગવાન મહાવીરદેવના સાધુઓ તે તેવી જડતાની સાથે વક્રતાને ધારણ કરનારા હોવાથી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com