________________
૭૬ ]
પૂ. સાગરાનંદસૂરિજી સંકલિત
પ્રભુએ, તે અઈમુત્તા મુનિની આ ચેષ્ટાને નિવાની મનાઈ કરવા માટે, સ્થવિર સાધુએને જે ઉપદેશ આપ્યા તે પણ આપત નહિ. તેમજ અજ્ઞાનપણાથી પોતાની કાછલીને ( કાષ્ટનું એક જાતનું પાત્ર) નાવડી તરીકે ગણી કાચા પાણીમાં તરાવનારા તે અઇમુત્તા મુનિને અગ્લાનપણે ( તિરસ્કાર કર્યા વિના ) ગ્રહણ કરવાનું પ્રભુ સ્થવિરાને કહેત નહિ. વળી નાની દીક્ષા લીધા પછી દશવૈકાલિક સુત્રનાં ચાર અધ્યયન તથા આચારાંગ સૂત્રનું પહેલું અધ્યયન ભણે, તેના અર્થ જાણે અને પૃથ્વી વિગેરેમાં ગમનાદિકની ક્રિયાની પરીક્ષામાં ઉત્તીર્ણ થાય, ત્યારે વડી દીક્ષા આપી શકાય છે અને એ રીતે પરીક્ષા કરીને વડીદીક્ષા આપવામાં આવ્યા પછી કર્મવશાત્ તે શિષ્ય ચારિત્રને બરાબર પાલન કરે કે નહિ, તે પણ તેના દોષ તે ચારિત્ર આપનાર ગુરૂને કોઈપણ પ્રકારે લાગતા નથી; પણ પરીક્ષાપૂર્વક તપાસ કર્યો સિવાય વડી દીક્ષા આપવામાં આવે અને તે વડી દીક્ષા લેનારા મહાવ્રતાનું કે છ કાયના જીવાનું બરાબર રક્ષણ કરે નહિ, તે તેમાં વડી દીક્ષા આપનારને દ્વેષ લાગે છે, એમ શાસ્ત્રકાર સ્થાન સ્થાન પર સ્પષ્ટ જણાવે છે. આ ઉપરથી સમજી મનુષ્ય સ્પષ્ટપણે માની શકશે કે છ કાયનું અને મહાવ્રતનું જ્ઞાન નાની દીક્ષાની પહેલાં થવું જ જોઇએ એવા નિયમ નથી. આ રીતે દીક્ષા અને વડી દીક્ષાની લાયકાતની જૂદી જૂદી ભૂમિકાએ સમજવામાં આવ્યા પછી અને · સામાન્યપણે કરાતા સર્વે સાવઘના ( પાપ વ્યાપારના ) ત્યાગ ’—તે નાની દીક્ષા છે તથા છ કાયાદિના વિભાગથી કરાતા સર્વે સાવદ્યને ત્યાગ ’-તે વડી દીક્ષા છે એમ સિદ્ધ થયા પછી, નાની દીક્ષા વખતે કરવામાં
"
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com