________________
દીક્ષાનું સુન્દર સ્વરૂપ . . . . . . . . . [ ૭૫ પરીક્ષામાં ઉત્તીર્ણ ન થયું હોય તેથી, તેને તે વખતે મહાવ્રતોનું આરોપણ કરવામાં આવતું નથી, પણ ઉત્કૃષ્ટથી (વધુમાં વધુ) છ મહિને જ્યારે તે વ્રત વિગેરે બાબતની પરીક્ષામાં ઉત્તીર્ણ થાય, ત્યારે તેને મહાવ્રતારોપણ રૂપી વડી. દીક્ષા આપવામાં આવે છે.
નાની દીક્ષા લેવાવાળામાં કેટલું જ્ઞાન હેવું જોઈએ?
શંકા કરનારે આ ઉપરથી એ પણ સમજવાનું છે કેનાની દીક્ષા લેનારામાં “આ સંસાર અસાર છે અને તેને ક્ષય કરી મેક્ષ મેળવવા માટે મારે દીક્ષા લેવી જોઈએ. ” –એટલું જ જ્ઞાન હોય તો ચાલી શકે છે. નાની દીક્ષા લેવા તૈયાર થયેલા મનુષ્યને રાત્રી જન-વિરમણ (ત્યાગ) યુક્ત પાંચ મહાવ્રતોનું કે પૃથ્વીકાયાદિ છ કાયનું પણ જ્ઞાન જરૂર હોવું જ જોઈએ એવો નિયમ નથી. અને તેથી જ અઈમુત્તા મુનિ (પ્રભુ મહાવીરના હાથે દીક્ષિત થયેલ છ વર્ષની વયના એક બાલ મુનિ)નું માટીની પાળ બાંધીને કાચા પાણીમાં કાછલી તરાવવાનું બને, એ અસંભવિત ગણાય નહિ, પણ જે નાની દીક્ષા પહેલાં જ પાંચ મહાવ્રત અને જીના સ્વરૂપનું જ્ઞાન જરૂરી છે એમ માનવામાં આવ્યું હોત, તો દીક્ષિત થયેલા અઈમુત્તા મુનિને સચિત્ત ( જીવયુક્ત ) જળમાં નાવડી તરાવવાનું બનત નહિ તથા તે વખતે
સ્થવિર (મોટા) સાધુઓએ તે અઈમુત્તા મુનિને–આ પૃથ્વીકાય તથા અપકાયની વિરાધનાવાળી ચેષ્ટા સાધુને માટે લાયક નથી એમ કહ્યું, તે કહેવાની જરૂર રહેતી નહિ. તેમજ તે પ્રસંગે શ્રીમાન મહાવીર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com