SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪ ] પૂ. સાગરાનંદસૂરિજી સંકલિત થાય છે, તે તે પર્યાયની ગણત્રી પણ તે બધા મહાત્માઆની જુઠી દીક્ષા ઉપર જ થઈ, એમ કહી શકાય ખરૂં વળી કદાચ એમ વામાં આવે કે— “ જ્યારે નાની દીક્ષાએ ખરી જ દીક્ષા છે, તો પછી માટી દીક્ષા દેવાની જરૂર શી ? અને આવી નાની અને માટી દીક્ષાના રીવાજ પહેલા અને છેલ્લા તીર્થંકરના શાસનના સાધુઓમાં જ કેમ ?” * 22 આ કથન પણુ અણુસમજણનું જ છે અને એ ઉપરથી નાની દીક્ષાનું જીઠાપણું ઠરતું નથી. નાની દીક્ષા દીધા પછી દીક્ષિતોના પરિણામેાની (અધ્યવસાયાની) પરીક્ષા કરવાની હાય છે, તેમજ ત્રતા સંબંધી જ્ઞાન આપવાનું હેાય છે. એટલે કે માત્ર ભવને ( સંસારને ) અશુભ ગણનારા હાય અને તેથી મેાક્ષની ઇચ્છા રાખી ચારિત્ર લેવા માગતો હાય, તેવા દરેકને-“ સામાયિક ચારિત્ર ” રૂપી નાની દીક્ષા આપવામાં આવે છે : અને પછી જ્યારે તે દીક્ષિત પૃથ્વીકાયાદિ છ કાયને ( માટી-મીઠું, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને હાલતા ચાલતા જીવાને ) નિરૂપણ કરનાર શાસ્ત્રને ભણે, તેના અર્થ જાણે, સમજે અને તેને અમલમાં મૂકે છે એમ નિશ્ચિત થાય, ત્યારે તેને ‘ મહાવ્રત-આરેાપણુ ' રૂપી વડી દીક્ષા દેવામાં આવે છે. તાત્પર્ય એ છે કે-સામાયિક ચારિત્ર રૂપી નાની દીક્ષા લીધાથી સર્વ પાપના સામાન્ય રીતે ત્યાગ કરે છે, પણ વ્રતોના વિભાગ બરાબર સમજતા નથી, તેમજ પૃથ્વીકાયાદિ છ કાયના સ્વરૂપને પહેલાં જાણુતા ન હેાવાથી, તેમજ તે સંબંધી શાસ્ત્રને ભણેલા ન હેાવાથી, તથા તેની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034502
Book TitleDikshanu Sundar Swawrup
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri
PublisherHarshpushpamrut Jain Granthmala
Publication Year1933
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy