SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨ ] . . . . . . . પૂ. સાગરાનંદસૂરિજી સંકલિત કાળ દેશન-કોડપૂર્વને ન હોય, તેમજ પ્રમત્ત-અપ્રમત્તને કાળ પણ દેશન-કોડપૂર્વ, એટલે કે કોડ-પૂર્વમાં આઠ વર્ષ ઓછાને હેત નહિ. તેમજ શાસ્ત્રોમાં સુલૂક (બાળ ) સાધુઓનાં જે સેંકડો દ્રષ્ટાંતો આવે છે, તે પણ આવત નહિ. ક્ષુલ્લક તેને જ કહેવાય છે કે–જેને દાઢીમૂછના કે કાખના વાળ ઉગેલા હોય નહિ, અને તે ક્ષુલ્લક અઢાર વર્ષની અંદર જ હોઈ શકે ! તેમજ જૂદા જૂદા ગચ્છોની પટ્ટાવલિએ પણ, અનેક આચાર્યો ઘણી જ નાની ઉંમરમાં દીક્ષિત થયેલા છે, તે વાતની સાક્ષી સંપૂર્ણ રીતે પૂરે છે. કેટલાકે પોતાની અજ્ઞાનતાને જ જાણે જાહેર કરતા ન હોય, તેમ ડહાપણ બતાવતાં કહે છે કે-“દુષ્કાળમાં ભુખે મરતા બ્રાહ્મણના પુત્રને લઈ લેવામાં આવતા હતા, અને તેઓને બાળપણમાં બેટી દીક્ષાઓ અપાતી હતી અને સાચી દીક્ષાઓ કેટલાંક વર્ષ પછી દેવામાં આવતી હતી. આ તેઓનું કથન ધર્મને અપમાન કરનારું અને સાચી વાતને ઓળવનારું છે, કારણ કેભગવાન હરિભદ્રસૂરિજી પંચવસ્તુ વિગેરે ગ્રંથોમાં સ્પષ્ટપણે જણાવે છે કે-આઠ વર્ષની ઉંમરે ચારિત્રના પરિણામ થઈ શકે છે અને તેથી ભગવાને દીક્ષાની ઉંમર આઠ વર્ષની નક્કી કરી છે. ” જે આ લેકે ના કહેવા પ્રમાણે આઠ વર્ષવાળાને અપાતી દીક્ષા જુઠ્ઠી દીક્ષા હોય, તે એવી દીક્ષાને અંગે પરિણામની તપાસમાં શાસ્ત્રકારેને ઉતરવું પડત જ નહિ. વળી દીક્ષા બેટી પણ દઈ શકાય છે, એ કથન નવયુગના નવા કૌતુકનું જ છે. જે કે-કેટલાક યતિઓ (ગેર ) અગર તેના જેવા દગાથી જ વેષમાત્ર પહેરાવીને દીક્ષાને પેટે ડેળ કરતા પણ હોય, છતાં શાસ્ત્રકારે આઠ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034502
Book TitleDikshanu Sundar Swawrup
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri
PublisherHarshpushpamrut Jain Granthmala
Publication Year1933
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy