________________
૬૮ ] . . . . . . . પૂ. સાગરાનંદસૂરિજી સંકલિત અઢાર વર્ષની અંદર દીક્ષા ન દઈ શકાય, એવું ઠરાવનાર વર્ગ અંત:કરણથી શાસ્ત્ર વિગેરેને માનનારો નથી, છતાં તેવાઓને કેઈ અનુસરે તે તેનું કારણ એજ હોઈ શકે કે-તે અનુસરનારાઓ કાં તો શાસ્ત્રાદિને સમજતા નથી અથવા તો તેઓ પણ અંત:કરણથી શાસ્ત્રાદિને માનવાવાલા નથી! તે વર્ગ શું એટલું પણ સમજવાને અશક્ત છે કે-જે માણસ દીક્ષા લેવા તૈયાર થાય છે, તે માણસ–“ મહારાથી કોઈપણ જાતની હિંસા કરાશે નહિ કે કેઈપણ પ્રકારનું જુઠું બોલાશે નહિ, તેમજ એક સળી સરખી પણ કેઈએ દીધા વગર લેવાશે નહિ, સ્ત્રીને સમાગમ કે સંસર્ગ થઈ શકશે નહિ, એક કોડી પણ પાસે રાખી શકાશે નહિ, અને ચાહે તે વખત હશે તે પણ રાત્રે પાણી પીવા સરખું પણ બનશે નહિ.”—આ નિશ્ચય કર્યા વગર કોઈપણ દિવસ દીક્ષા લેવા તૈયાર થાય ખરો? અને જ્યારે આવી રીતે મહાવ્રતને સમજીને મનુષ્ય મહાવતે લેવાને તૈયાર થાય, ત્યારે તેવાને રોકવા માટે તૈયાર થવું, એ કેવળ આગમાંથી નીકળતા મનુષ્યને ખેંચીને જ આગમાં નાખવે, તેના જેવું જ છે કે બીજું કાંઈ ? આજના જમાનામાં જ્યારે ચાદ-પંદર વરસના છેકરાઓ મેટ્રીકની પરીક્ષાઓ પાસ કરે છે, ત્યારે અઢાર વર્ષની અંદરના છોકરાઓ પૈકી કઈ પણ છોકરો ઉપર કહેલી વાતની સમજણવાળ કે નિશ્ચયવાળ નજ થઈ શકે, એવું શા ઉપરથી તેઓ માને છે ? માને કે-કદાચ કઈ ઓછી સમજણ વાળો હોય, તે પણ ઉપર જણાવેલી મહાવ્રતની સમજણ તો નવ-દશ વર્ષનાં નાનાં નાનાં છોકરાઓ અને છોકરીઓને હેય છે, એમ આપણે પાઠશાળાના શિક્ષણ ઉપરથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com