________________
દીક્ષાનું સુન્દર સ્વરૂ૫ . . . . • • • • 1 9 વિરતિની માફક બારમા દેવલેક સુધી લઈ જાય છે, તેવા સમ્યક્ત્વને પણ શાસ્ત્રકારોએ ધર્મ તરીકે ગણ્યું નથી, તેનું કારણ એ જ માનવું પડશે કે–જે સમ્યકૃત્વની સાથે દેશવિરતિ પણ ન હોય, તેવા સમ્યકૃત્વને ધર્મ તરીકે ગણવું નહિ અને જ્યારે વિરતિના અભાવથી સમ્યક્ત્વને ધર્મ તરીકે ન ગણાય, પણ અવિરતિપણું હોવાથી તેવા સમ્યકૃત્વવાળને અધમી તરીકે ગણાય, તો પછી આપણને સાફ સાફ માનવું પડશે કે–સંપૂર્ણ વિરતિ પણે થાય તે જ ધર્મ છે અને દેશથી જે વિરતિ થાય તે ધર્મ છતાં પણ તેની સાથે રહેલી જે અવિરતિ તે અધર્મ છે અને તેથી જ પાંચમા ગુણસ્થાનકે રહેનારા આત્મા અવિરત પણ ધારણ કરતો હોવાથી તે ધમધમી જ કહી શકાય. જે કે–તેને દેશથી (ડી) વિરતિ કરેલી છે તેટલે ધર્મ છે, પણ અવિતિ રૂપ અધર્મથી રહિત એ ધર્મ તે પાંચમા ગુણસ્થાનક્વાળામાં હોય જ નહિ અને તેથી સર્વથા હિંસાદિથી વિરતિ કરે, તેનું જ નામ ધર્મ કહેવાય. અને જ્યારે વત ધારણ કરનાર ગૃહસ્થમાં પણ બાકીની અવિરતિને અંગે અધર્મ છે તે સંપૂર્ણ વિરતિરૂપ ધર્મને પ્રાપ્ત કરનારા મનુષ્યને અંતરાય કરે અને તેને બલાત્કારે અધર્મમાં રાખવે, એ જૈન શાસ્ત્રને માનવાવાળાને માટે તે લાયક ગણાય જ નહિ. મહાવ્રતાનું જ્ઞાન અને પરિણામ એજ દીક્ષાના હેતુઓ છે ઉપરની હકીકત ઉપરથી સ્પષ્ટપણે માલમ પડશે કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com