________________
૬૬ ] . . . . . . . પૂ. સાગરાનંદસૂરિજી સંકલિત આવે, તે પણ અધર્મ-રહિત એવો ધર્મ ગૃહસ્થને હાઈ શકે જ નહિ. કારણ કે-ગૃહસ્થપણુમાં વ્રત-પચ્ચખાણ થાય છે, તે એક અંશથી જ હિંસાદિથી વિરમવાથી જ થાય છે. અર્થાત-હિંસાદિને ઘણે ભાગ છૂટો રહે અને માત્ર સ્થૂલથી (મેટી) હિંસા વિગેરે છોડી શકે, ત્યારે તે અપવિરતિ રૂપ ધર્મને અંગે ગૃહસ્થના આચારને ધર્મ તરીકે ગણવામાં આવે, પણ તેટલા માત્રથી અધર્મ-રહિત ધર્મ તે તેઓને હોઈ શકે જ નહિ. અધર્મ-રહિત ધર્મ તે સર્વથા હિસાદિની વિરતિ કરનારને જ થાય એ સ્પષ્ટ છે, અને તેથી જ શાસ્ત્રકારોએ છઠ્ઠા વિગેરે ગુણસ્થાનકવાળાને ધમી તરીકે ગયા છે, અને પાંચમા ગુણસ્થાનકવાળા, એટલે કેદેશવિરતિવાળા ગૃહસ્થને ધર્માધમી તરીકે ઓળખાવેલ છે. અને એજ અપેક્ષાએ ચેથા ગુણસ્થાનકવાળા ગૃહસ્થ, કે જેઓ તત્ત્વને જાણવા તથા માનવાવાળા છતાં પણ કોઈ પણ જાતનું વ્રત-પચ્ચખાણ નથી કરતા, તેઓને અધમ તરીકે ગણાવેલા છે અને તે અપેક્ષાએ શાસ્ત્રકારોએ અગાર ધર્મને ભેદ જણાવતાં તેને બાર પ્રકારનો કહેલો છે. અને તે બાર પ્રકાર-પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શીક્ષા વ્રત છે,-એમ સ્પષ્ટ ખુલાસો કરે છે. તેથી જે સમ્યકત્વને અગાર ધર્મ તરીકે ગણવા જઈએ, તો અગાર ધર્મને તેર પ્રકારનું કહેવું જોઈએ, પણ તેવું તે કોઈ જગ્યાએ શાસ્ત્રકારોએ કહ્યું નથી, એટલે કે-જે સમ્યકૃત્વ, દેશવિરતિની અને સર્વવિરતિની માફક ઓછામાં ઓછા આઠ ભવમાં મેક્ષ આપી શકે છે, તેમજ તેના આરાધકને દેશ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com