________________
દીક્ષાનું સુન્દર સ્વરૂપ
[ પ તા જ ધર્મ થયા એમ માને છે; અને વસ્તુત: પણુ, જ્યાં સુધી પાપની પ્રવૃત્તિઆને સર્વથા છેડી શકાય નહિ, ત્યાં સુધી સર્વથા ધર્મ થયા કહેવાય પણ નહિ. જૈન શાસ્ત્રકારાએ અણુગાર અને અગાર ’-એમ ધર્મના બે ભેદ ગણાવેલા છે; છતાં એકલા અણુગારપણામાં જ ધર્મ કહેવાનું કારણ એ છે કે–અગાર ધર્મ એટલે ગૃહસ્થપણામાં રહીને કરાતા અણુવ્રત આદિને દુર્ગતિથી બચાવવા રૂપ ધર્મના લક્ષણને અનુસરીને ધર્મ કહેવામાં આવે છે, પણ આત્માના શુદ્ધ સ્વભાવને ધારણ કરવા રૂપ ધર્મના મૂખ્ય અર્થને અનુસરીને અણુગાર ધર્મને કેવળ ધર્મ કહી શકાય. શાસ્ત્રકારોએ અગાર ધર્મવાળાની (ગૃહસ્થ ધર્મવાળાની) ગતિ બારમા દેવલાક સુધી જ બતાવેલી છે, એટલે અગાર ધર્મવાળા ગ્રેવેચક અને અનુત્તર વિમાનની ગતિને પ્રાપ્ત કરી શકે નહિ, તા મેાક્ષને તા પ્રાપ્ત કરી શકે જ કેમ ? અને જે અગાર ધર્મથી મેાક્ષને સાધી શકાય નહિ, તે અગાર ધર્મને મૂખ્ય ધર્મ તરીકે કહી શકાય જ નિહ.
.
વળી એ પણ સમજવાની જરૂર છે કે—અગાર એટલે શ્રાવક ધર્મ પણ તેજ માણસને હાય કે જે સંપૂર્ણપણે અણુગાર ધર્મની ઇચ્છા રાખે; પણ જે મનુષ્યને સાધુધર્મની શ્રેયસ્કરતા ન ભાસી હોય અગર તેને પ્રાપ્ત કરવાનું ધ્યેય ન હેાય, તેવા મનુષ્યને તે અગાર ધર્મ તે શું પણ સમ્યક્ત્વ પણ ન હાય, એમ શાસ્ત્રકાર સ્પષ્ટ રીતે જણાવે છે. આટલું છતાં પણ પરલેાકની આરાધનાની અપેક્ષાએ તેને ધર્મ કહેવામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com