________________
૬૪ ] . . . . . . . પૂ. સામાનંદસૂરિજી સંકલિત ગયેલ જૈન પાછે તે ધમતરમાંથી શુદ્ધ જૈન ધર્મમાં દીક્ષા લેવા માગે, તે તેને પણ દીક્ષા આપી શકાય કે નહિ? જે અઢાર વર્ષની અંદરના માટે આ પ્રતિબંધ જ મૂકીયે, તે અઢાર વર્ષની અંદરની ઉંમરમાં દીક્ષા લેવી હોય, તે તેણે કઈ પણ મુદતને માટે ધમતરમાં ચાલ્યા જવું અથવા તે કર્મોદયથી ધર્માતર થઈ ગયું હોય તો તે ધમતરમાં જ ફરજીયાત અઢાર વર્ષ સુધી રહેવું; એમ માનીયે તે એને અર્થ તે એજ નીકળી શકે કે-માબાપની સાથે અઢાર વર્ષની અંદરની ઉંમરવાળો દીક્ષિત થઈ શકે નહિ, પણ માબાપની સાથે અગર સ્વતંત્ર એકલે ધમતર કરી શકે તેમજ ધર્માતર થયેલાં માબાપે પણ પોતાના પુત્ર અગર પુત્રીની ઉંમર અઢાર વર્ષની ન થાય ત્યાં સુધી તો તેઓ તેને જૈનધર્મમાં લાવીને દીક્ષિત કરાવી શકે જ નહિ. આથી આપણે જોઈ શકીએ છીએ કે-જૈનધર્મની દીક્ષા લેવાની ઉંમર નકકી કરવાનું કહેવાવાળાઓની ધમતર કરવાની ઉંમર નક્કી કરવાની સત્તા નથી, પણ શુદ્ધ ધર્મની પ્રાપ્તિ માટે થતા પ્રયત્નમાં જ અટકાવ કરનારાં પગલાં તેઓને ભરવાં છે. આથી આ નિયમ જેનધર્મની અંશે પણ ઉન્નતિ કરનારે નહિ જ ગણાય, પણ આડકતરી રીતે શુદ્ધ ધર્મને અંતરાય કરવાની પુષ્ટિ કરનાર હોવાથી, શુદ્ધ ધર્મની હાનિ કરનાર જ ગણાય.
બાળદીક્ષાએ રેકવામાં ધર્મબુદ્ધિ છેજ નહિ!
સામાન્ય રીતે ધર્મની ખરી સ્થિતિ સાધુપણામાં જ છે અને તેથી જ શાસ્ત્રકારો તો સાધુપણાની પ્રાપ્તિ થાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com