________________
૬૨ ] . . . . . . . પૂ. સાગરાનંદસૂરિજી સંકલિત પ્રવર્તિલા હોય અને તેથી સંયમના માર્ગ તરફ તેઓ વન્ય હાય અને તે સંયમના પ્રતાપે વિકારરહિત દશામાં જીવન ગુજારતા હોય, પણ જ્યારે અઢાર વર્ષથી ઓછી ઉંમરવાળાને દીક્ષા આપવાનો પ્રતિબંધ કરવામાં આવે, ત્યારે અઢાર વર્ષોથી ઓછી ઉંમરવાળાને થયેલી સંતતિની ભયંકર દશાનું કારણ બીજું કાંઈ જ નહિ, પણ આ નિયમ ગણાય.
શાસ્ત્રકારોએ દીક્ષા માટે કયી વય ઠરાવી છે?
વળી શાસ્ત્રકારોએ જે આઠ વર્ષની વયે દીક્ષા માટે નક્કી કરી છે, તે કેવળ જે બાળક-બાલિકાઓને તેમનાં માતા પિતાઓ પિતાની સંપૂર્ણ રાજીખુશીથી અને સંમતિથી આપે તેના માટે જ છે, પણ જે માતાપિતાએ પોતે સંસારના વિષમાં આસક્ત ન હોય અને વૈરાગ્યવાસિત હેઈ દીક્ષા ગ્રહણ કરવા માગતાં હોય, તે માત્ર જ્યાં સુધી બાળક સ્તનપાન કરતું હોય, અગર તેના પિષણને બીજો તેવી રીત બંદોબસ્ત ન થઈ શકે તેમ હોય, ત્યાં સુધી જ માત્ર માતાને “બાળવત્સા” ગણી, તેને નિષેધ કરી, શાસ્ત્રકાએ રોકેલી છે; પણ જે તે બાળક કે બાળિકા ધાવણ ન હોય અને અનાજ લેવા લાગ્યો હોય અને તેવાં બાળક બાળિકાને સાથે લઈને માતાપિતા દીક્ષા લેવા માગતાં હેય અને તે દીક્ષા લેનાર માતાપિતાના કુટુંબમાં કોઈ પણ તે ન્હાનાં બાળક–બળિકાને પાળે તેવું ન હોય, અથવા તે તે પણ આખું કુટુંબ ભગવાન આર્યરક્ષિતસૂરિજીના કુટુંબની માફક વૈરાગ્યથી વાસિત થયેલું હેઈને દીક્ષાને માર્ગ જ સંચરતું હોય, તો તેવાં સથાનાનાં બાળક–બળિકાને પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com