________________
દીક્ષાનું સુન્દર સ્વરૂપ . . . . . . . . . [ ૬૧ ફેંકે નહિ, અને તેવા વખતે નાની ઉંમરનાં બાલક-બાલિકાને પણ દીક્ષા દેવાને પ્રસંગ જરૂર પ્રાપ્ત થાય.
અઢાર વર્ષની વય નક્કી કરનારાઓને
વળી જેઓ દીક્ષાની લાયકાત માટે અઢાર વર્ષ ઉપરની વય જ નકકી કરવાનું કહે છે, તેઓના હિસાબે તે તેવી ઉંમરવાળાં માબાપને જે બાળક હોય તે નાની ઉંમરનો જ હોય તેમાં આશ્ચર્ય નથી, તે અઢાર વર્ષની ઉંમર નકકી કરનાર તેઓને પણ તેવા કોઈ પ્રસંગને અંગે એમ કબુલ કરવું જ પડશે કે-નાની ઉંમરનાં બાળક-બળિકાને પણ દીક્ષા દઈ શકાય. જે તેઓએ અઢાર વર્ષના ઠરાવની સાથે એ બંબસ્ત કર્યો હેત કે-અઢાર વર્ષથી વધુ ઉંમરવાળો જે કોઈ દીક્ષા લેવા માગે અને તેનાં બાળક–બાલિકાનાનાં હોય તો તે બાળક–બાલિકાઓને અમે અમારી સંસ્થા તરફથી જૂદા મકાનમાં કે અમારા ઘરે તેમને ઉછેરીશું, એવી જાતને કાંઈક પ્રબંધ કરી આ અઢાર વર્ષની વયના બંધારણની વાત કરતા હત, તે કાંઈક લાયકાત છે એમ ગણી શકાત.
જ્યારે અઢાર વર્ષથી ઓછી ઉંમરવાળાને સાધુપણું લેવાની મનાઈ કરવામાં આવે, ત્યારે સંસારમાં રહેલા અઢાર વર્ષથી ઓછી ઉંમરવાળાઓ સંસારમાં રહે ત્યાં સુધી તેઓને સાંસારિક ક્રિયાઓ કર્યા વગર ચાલી શકે નહિ અને જ્યારે સાંસારિક વિષયમાં પ્રવૃત્તિ થાય ત્યારે સર્વથા સંતતિ ન જ થાય એવું કહી શકાય જ નહિ: હજુ કદાચ એમ તો બને કે-અઢાર કરતાં ઓછી ઉંમરવાળાઓ પણ વૈરાગ્યને માર્ગે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com