________________
૬૦ ] . . . . . . . પૂ. સાગરાનંદસૂરિજી સંકલિત દેરી જનાર અને જન્મ–જરા-મરણ–રોગ અને શેકનાં દુઃખને સદાને માટે નષ્ટ કરનાર, વળી ગર્ભવાસનાં દુઃખે, કે જે નરક કરતાં પણ તીવ્રતમ હોય છે–તેવાં દુખમાંથી સર્વથા છેડાવનાર, જે સ્થાનમાં કેવળજ્ઞાન, કેવળદર્શન, આત્માનું સ્વાભાવિક અનંત સુખ અને અનંત વિર્ય સતત નિયમિત જ હોય છે, ત્યાં લઈ જનાર અને કઈ દિવસ પણ તે જ્ઞાનાદિક ગુણે નાશ ન પામે એવી સ્થિતિને પ્રાપ્ત કરાવનાર ધર્મને માટે આ મનુષ્યભવ મળ્યા છતાં શા માટે ઉદ્યમ ન કરવો?
પ્રસંગ જરૂર પ્રાપ્ત થાય ! ઉપર જણાવ્યા મુજબ વૈરાગ્ય–વાસનાથી રંગાયેલાં માતાપિતાએ સંસારને તૃણ સમાન (અસાર ) સમજીને, કેવળ મેક્ષના સાધનને જ તત્ત્વ તરીકે માને, ત્યારે શું તે માતાપિતાએ પોતાના લઘુવયના બાલક અને બાલિકા માટે ભયંકર સંસારના ખાડામાં રખડવાનું પસંદ કરે ? સમજનાર મનુષ્ય સ્પષ્ટ રીતે કબુલ કરશે કે–તેવાં માતાપિતાઓ સંસારમાં સુખને લેશ પણ નહિ દેખવાથી વૈરાગ્યના પ્રબળપણાએ વાસિત થયેલાં હોવાને લીધે, છોકરા-છોકરી આદિ પ્રત્યે મમત્વ-બુદ્ધિ ધારણ કરે જ નહિ, પરંતુ તેઓના અંતઃકરણમાંથી કુટુંબ સંબંધી મમત્વ સર્વથા ઉતરી જાય જ, અને કેવળ ધર્મને જ એક સારભૂત માને. તેથી પિતાનાં પુત્રપુત્રીનું પણ હિત સંસારના રાગમાં રંગાય તેમાં માને નહિ, અને તેથી તે માતાપિતાઓ પિતાની સંતતિને પિતાના હાથે કઈ દિવસ પણ સંસાર-દાવાનળમાં
છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com