________________
દીક્ષાનું સુન્દર સ્વરૂપ . . . . . . . . . [ ૫૯ તરફ કંઈ પણ દરકાર કરતાં નથી અને તેથી જ કેટલીક માતા પિતાની કુળમર્યાદાને છોડવા સાથે બચ્ચાંઓના હિતને પણ ઠેકરે મારે છે તેમજ કેટલાક પિતાઓ પહેલાંની સ્ત્રીનાં પુત્ર-પુત્રી આદિ વિદ્યમાન છતાં, નવી લાવવામાં આવતી સ્ત્રીથી તેઓનું અહિત થવાનો સંભવ જાણવામાં તથા માનવામાં આવ્યા છતાં, બીજી વખતનાં લગ્ન કરવા તરફ દોરાય છે. તે પછી જેઓને આ સંસાર અસાર ભાસ્યો હોય, વિષયો વિષની ખાણ છે એમ સમજવામાં આવ્યું હોય, ફોધ-માન-માયા અને લોભ એ ચાર કષાયો જીવને હેરાન કરવામાં કસાઈ કરતાં કોઈપણ પ્રકારે ઓછા ઉતરે તેમ નથી એમ લાગતું હોય, સંસારમાં લાગી રહેલું કુટુંબ કેવળ સ્વાર્થોધ જ છે એટલું જ નહિ પણ તે કુટુંબમેહ ભવાંતરમાં દુર્ગતિને જ દેનારો છે એવું જેનું માનવું થયું હોય, રોગ-જરા-મરણ કે શેકની વખતે સંસારને કઈ પણ પદાર્થ શરણ દેનારો છે જ નહિ–એમ જેના મનમાં નિશ્ચિત થયેલું હોય, તેમજ સંસારમાં અનાદિ કાળથી રખડતાં થયેલ માતાપિતા, પુત્રપુત્રી, આદિનાં નામ માત્ર લખીને પણ ચીઠ્ઠીઓ એકઠી કરવામાં આવે, તો તે ચીઠ્ઠીઓના ઢગલા આગળ મેરૂ પર્વત, કે જે લાખ જન પ્રમાણને છે, તે એક નાના ટેકરા જેવો જ લાગે–એવી સ્થિતિમાં અસાર એવા આ શરીરથી ભવભવને માટે હિત કરનાર, જે દુઃખમાં કેઈપણ કુટુંબી કે ઈતર જન મદદ કરનાર ન થાય તેવા વખતમાં મદદ કરનાર, તેમજ આત્માનાં સ્વાભાવિક સુખને ઓળખાવી તેને પ્રાપ્ત કરવાના રસ્તાઓ બતાવનાર, અવ્યાબાધ સુખ તરફ આત્માને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com