________________
પ૬ ] . . . . . . . પૂ. સાગરાનંદસૂરિજી સંકલિત
“તે અવ્યક્ત બાળકને તેનાં માતાપિતાની રજા વિના દીક્ષા દેવાથી તે બાળકનાં માતાપિતાએ રાજાને દ્રવ્ય આપીને સાધુઓની ધરપકડ કરાવે, માટે તે સોળ વર્ષની અંદરના અવ્યક્ત બાળકને માતાપિતાની રજા સિવાય દીક્ષા આપવી નહિ.”
આટલું છતાં પણ દરેકે ધ્યાનમાં રાખવાની જરૂર છે કે–શાસ્ત્રકારોએ દેશવિરતિ કે સર્વવિરતિને લાયકની વૈરાગ્યવાસનાની લાયકાત તો આઠ વર્ષની ઉંમરથી માનેલી છે. આઠમાથી સેળમાં વર્ષ સુધીમાં જે કે વૈરાગ્યવાસનાની અપેક્ષાએ તે બાળક દીક્ષા દેવાને લાયક જ છે, છતાં પણ નીતિની અપેક્ષાએ તેની સ્વતંત્રતા ન હોવાથી, જગત અને કાયદાની અપેક્ષાએ તે દરમિયાન તેના બાપ તેના સ્વામી હોવાથી, તેઓની રજ વિના દીક્ષા આપવી તે “સ્વામી અદત્ત’ ગણાય અને સાધુને પિતાના ત્રીજા મહાવ્રતને ભંગ થાય, તેથી શાસ્ત્રકારોએ ૧૬ વર્ષની અંદરના અવ્યક્ત બાળકને તેનાં માતાપિતાની રજા સિવાય દીક્ષા આપવાની મનાઈ કરી. પણ જેમ માબાપે સાંસારિક હિતને સમજીને અવ્યક્તપણામાં રહેલા બાળકનું પણ દત્તકવિધાન વિગેરે કરી શકે છે અને તેમાં નીતિ, કાયદો કે રાજ્ય કેઈપણ આડે આવી શકતું નથી, તેવી જ રીતે ધર્મ અને વૈરાગ્યથી વાસિત થયેલાં માતાપિતાઓ પોતે સંસારથી મુક્ત થઈને ચારિત્ર લેવા માગતાં હોય અગર અંગોપાંગાદિકની વિકલતાદિક (લુલા, લંગડા વિગેરે) કારણને લીધે પોતાનામાં ચારિત્ર લેવાની યેગ્યતા ન ગણતાં હોય, અથવા પિતાને વૈરાગ્યભાવ પૂર્ણ છતાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com