________________
દીક્ષાનું સુન્દર સ્વરૂપ . . . . . . . . . [૫૫
આ કહેવાવાળાનું કથન પણ વ્યાજબી નથી. સત્ય રીતિએ વિચારવામાં આવે તો તેઓને તથા બીજા સમજુને એમ તે માનવું જ પડશે કે-બાળકના બધા સંસ્કાર અલ્પકાળ જ રહેવાવાળા હોય છે એમ નિયમ નથી, તેમજ યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થાના પણ બધા વિચારો અડગ જ હોય છે અથવા ચિરસ્થાયી જ હોય છે, એવો નિયમ નથી : કેમકેબાલ્યાવસ્થામાં પણ કરેલી ગોષ્ઠીઓ, મિત્રિઓ અને પ્રેમના સંસ્કારો જીંદગી સુધી અગર ઘણા લાંબા કાળ સુધી રહે છે, એમ જગતમાં પ્રત્યક્ષ દેખાય છે. તેવી જ રીતે યુવા તથા વૃદ્ધાવસ્થામાં કરેલી ગોષ્ઠી વિગેરે થોડા કાળમાં પલટાઈ જતી પણ દેખીએ છીએ.
બાળ-દીક્ષાઓ માબાપની સંમતિથી જ થવી જોઈએ.
જે કેસેળ વર્ષની અંદરના બાળકને ઉપર જણાવ્યા પ્રમાણે વૈરાગ્યની વાસના થયેલી હોય, તે પણ માત્ર તે બાળકની એકલાની જ વાસનાને અગ્રપદ અપાતું નથી. તેથી જ સોળ વર્ષની અંદરની ઉંમરના બાળકને શાસ્ત્રકારો “અવ્યક્ત બાળકે કહે છે અને તેવા બાળકના વૈરાગ્ય વિગેરેના ચાહે તેવા સંસ્કારો દેખાતા હોય, તે પણ તેનાં માબાપની સંમતિ સિવાય દીક્ષા આપવાનું શાસ્ત્રકાર કહેતા નથી. અને સોળ વર્ષથી ઓછી ઉંમરવાળાને તેનાં માબાપની રજા સિવાય દીક્ષા આપવામાં આવે, તે શાસ્ત્રકારોએ “
શિષ્યની ચોરી નામને દોષ દીક્ષા દેનારને લાગે એમ જણાવ્યું છે, અને સાથે એ પણ જણાવ્યું છે કે--
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com