________________
૫૪] . . . . . . . પૂ. સાગરાનંદસૂરિજી સંકલિત જે છોકરા તુ-તુની જૂદી જૂદી રમતોમાં એટલા મશગુલ થયેલા હોય છે કે-રમત આગળ તે ટાઢ, તડકે, વરસાદ વિગેરેની બિલકુલ દરકાર રાખતા નથી, તેવી રમતમાંની કઈ પણ રમત સાધુપણામાં કરી શકાશે નહિ,-એ વાત પણ સાધુપણું લેનાર કયે બાળક જાણતો નથી? આ ઉપર જણાવેલી હકીકત ધ્યાનમાં લેવાથી હેજે સમજાશે કે–બાળકને પણ કાંઈક કર્મ હલકાં થયાં હોય, તો જ ઉપરની બાબતે જાણતાં છતાં સાધુપણું લેવાનો ભાવ થઈ શકે. કદાચ આ સ્થાને એમ કહેવામાં આવે કે
“આ બધી તેની સમજણ બાળકપણને લીધે ચિરકાળ રહેવાવાળી બને નહિ, અને ભવિષ્યમાં લાયક ઉંમરને થતાં તેની તે અસર ઉડી જાય અને તેથી તે બાળક યુવાવસ્થામાં આવતાં સાંસારિક વાસનાઓ તરફ દેરાઈ જાય, માટે તેવી અલ્પકાળની રહેવાવાળી વાસનાથી તેવા બાળકેને દીક્ષા દેવી તે વ્યાજબી ગણાય નહિ? જગતું અને કાયદાના નિયમથી ભવિષ્યની જીંદગીની નિયમિતતા તેને જ કરવાને હકક છે કે-જેઓ ભવિષ્યના વિચારો પુખ્ત રીતે કરી શકે છે કે પૂર્વે જણાવ્યા પ્રમાણે બાળકને તાત્કાલિક વૈરાગ્યવાસના કહો કે લાલચ કહે કે ભ્રમણ કહે કે ભરમાવાપણું કહે, ગમે તે કહે, પણ તેમાંનું કાંઈ પણ બાળકને થાય તેની ના નથી, પણ તે ચિરકાલ સ્થાયી બને એ નિશ્ચય તે કહી શકાય જ નહિ અને જ્યાં સુધી તેવો નિશ્ચય ન કહી શકાય, ત્યાં સુધી ચિરકાલ સ્થાયીપણાવાળી દીક્ષા દઈ શકાય જ નહિ.”
પણ તેમાંનું કંઈ
એવો નિશ્ચય
કર્યો. ત્યાં સુધી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com