________________
વાંચકેનું લક્ષ્ય દેરીએ છીએ. અમને સંપૂર્ણ આશા છે કેજેન જનતા આ ગ્રંથમાળાને અપનાવી અમારી મનેભાવનાને સફલ કરશે.
આ ગ્રંથમાળાના આ પ્રથમ ગ્રન્થમણકા પછી, બીજા અને ત્રીજા ગ્રન્થમણુકા તરીકે અમે શ્રી પૃથ્વીચંદ્રગુણસાગર ચરિત્ર બે ભાગમાં પ્રસિદ્ધ કરવાનું નકકી કર્યું છે. જેનશાસનની કથાઓ પણ તત્ત્વજ્ઞાનના ભંડારરૂપ અને ઉપદેશ સાથે રસ આપનારી હોય છે. બાલ જેના ઉપર અસરકારક રીતે કહેવાએલી કથા માર્મિક અસર કરે છે અને તેમના જીવનમાં અજબ પરિવર્તન ઉત્પન્ન કરે છે. આ કથા પણ એવી જ સુંદર, રોચક અને ઉપદેશાત્મક છે. અને તે રા. શ્રીકાન્તની કસાએલી કલમથી ગૂજરાતીમાં ન ઓપ પામીને પ્રસિદ્ધ થશે એટલે આમ વર્ગમાં રસપૂર્વક વંચાશે, એમ અમારું માનવું છે. આથી રૂા. ૧–૧૨–૦ ભરીને અગાઉથી પ્રથમ ભાગના ગ્રાહક બની અમારા આ શુભ પ્રયાસમાં મદદગાર થવા માટે વાંચકને વિનંતિ કરીએ છીએ.
પ્રાન્ત–આ ગ્રન્થરત્નની પ્રસિદ્ધિની પાછળ પિતાના અમૂલ્ય સમયને ભેગ આપી, હરદમ કાળજી બતાવનાર અને દરેક રીતે આ ગ્રંથરત્નની પ્રસિદ્ધિમાં સહાય કરનાર પરમ પૂજ્ય મુનિરાજ શ્રી અમૃતવિજયજી તથા પાર્થવિજયજી મહારાજને અમે ઉપકાર માનીએ છીએ. તે મહાત્માની સતત્ જહેમત અને સંપૂર્ણ સહાય વિના આ કાર્ય બની શકત જ નહિ. એજ કારણે તેઓશ્રીના સ્વર્ગસ્થ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com