________________
દીક્ષાનું સુન્દર સ્વરૂપ . . . . . . . . . [ પ૧ મેળવવાનું જ હોય છે, પણ મૂળ કારણોને ખસેડવાનું કે નાશ કરવાનું હતું જ નથી. તેવી રીતે અહીં પણ ભાગવતી દીક્ષા જ્યારે મેક્ષનું કારણ છે એમ નિશ્ચિત જ છે, તે પછી તે દીક્ષાની સાથે મોક્ષ સાધવાને જે સમ્યક્ત્વાદિ સહકારી કારને અભાવ હોય, તેને મેળવવા માટે જ ઉદ્યમ કરવો જોઈએ; પણ મોક્ષના મૂળ કારણરૂપ દીક્ષાને તો ખસેડાય જ નહિ. સમ્યક્ત્વના અભાવ માત્રથી દીક્ષાને અનાદરણીય ગણવામાં આવે, તો માનવું જ પડે કે “સમ્યક્ત્વના અભાવવાળાને દીક્ષા દેનાર જી, અનાદરણીય કાર્ય કરવાવાળા હોઈને, મહાપાપના ભાગી બને છે. અને એમ જે માનવામાં આવે તે–મોક્ષનો માર્ગ જ વિચ્છિન્ન હતો એમ માનવું પડે, કારણ કે–તીર્થકર કે કેવળી મહારાજા શિવાયનો કોઈ પણ જીવ બીજા જીવમાં રહેલા સમ્યકત્વને સાક્ષાત્ જાણી શકતો નથી : અને તેથી જ સમ્યક્ત્વના અભાવને પણ જાણી શકે નહિ, એ સ્વાભાવિક જ છે; અને તેમ હોવાથી તીર્થકરો અને કેવળી મહારાજા શિવાયના જીવો જે જે દીક્ષા આપે તે બધી અગ્ય છે, એમ માનવું પડે અને તે દીક્ષા દેનારા બધાય છે મહાપાપના ભાગી બને. વળી તીર્થકર અને કેવળીપણું પણ પહેલા ભની દીક્ષાઓના આધારે જ છે, અને તે વખતે તેઓ છદ્મસ્થ જ હોય છે અને તેથી તેઓના હાથે તે ભવમાં સમ્યક્ત્વના નિશ્ચય વિનાની જ દીક્ષાઓ થાય અને તેથી તે પણ અયોગ્ય દીક્ષા દેનારા મહા પાપના ભાગી તીર્થકર કે કેવળી બને, એ સર્વથા અસંભવિત જ છે. આ બધી હકીક્ત વિચારવાથી માલુમ પડશે કે–જે. સમ્યક્ત્વના નિશ્ચય વિનાની દીક્ષાને સર્વથા અગ્ય ગણું,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com